IND vs PAK Women: ભારત-પાક હાઈ વોલ્ટેજ મેચની આ છે બેસ્ટ ડ્રીમ-11 ટીમ, આજે થશે પોઈન્ટ્સનો વરસાદ
Women's Asia Cup T20: મહિલા એશિયા કપ 2024માં આજે 19 જુલાઈએ ભારત અને પાકિસ્તાનની ટીમો આમને-સામને ટકરાશે. આ ટુર્નામેન્ટની બીજી મેચ છે. તમામ મેચ દાંબુલામાં રમાશે. મેચ શુક્રવારે ભારતીય સમય અનુસાર સાંજે 7 વાગ્યે શરૂ થશે. હાઈ-વોલ્ટેજ એક્શન પહેલાં, ચાલો બંને ટીમોની ડ્રીમ-11 ટીમો પર એક નજર કરીએ.
મહિલા એશિયા કપની 9મી આવૃત્તિમાં કુલ આઠ ટીમો ભાગ લેશે. આઠ ટીમોને બે ગ્રૂપમાં વિભાજિત કરવામાં આવી છે, જેમાં દરેક ગ્રૂપમાં ચાર ટીમો છે. વર્તમાન ચેમ્પિયન ભારતીય મહિલા ટીમ શુક્રવારે પોતાના અભિયાનની શરૂઆત કરશે. ટુર્નામેન્ટની બીજી મેચમાં બે કટ્ટર હરીફ ટીમો વચ્ચે મોટો મુકાબલો થશે અને અહીંની જીત ટુર્નામેન્ટની બાકીની મેચો માટે ટોન સેટ કરશે.

ભારત વિ પાકિસ્તાન હેડ-ટુ-હેડ રેકોર્ડ
T20 વર્લ્ડ કપ (2009; ટોન્ટન, ઈંગ્લેન્ડ)ની પ્રારંભિક આવૃત્તિ દરમિયાન રમતના સૌથી ટૂંકા ફોર્મેટમાં ભારત અને પાકિસ્તાનની મહિલાઓ પ્રથમ વખત એકબીજાનો સામનો કરી હતી. ભારતે તે મેચ 15 રને જીતી હતી. ત્યારથી, બંને ટીમો કુલ 14 વખત સામસામે આવી ચુકી છે. આ સમયગાળા દરમિયાન, ભારતે 11 મેચોમાં શાનદાર જીત નોંધાવી છે, જ્યારે પાકિસ્તાનની મહિલા ટીમ માત્ર 3 મેચ જીતી શકી છે.
ભારત વિ પાકિસ્તાન સંભવિત પ્લેઈંગ-11:
ભારતઃ સ્મૃતિ મંધાના (વાઈસ-કેપ્ટન), શફાલી વર્મા, હરમનપ્રીત કૌર (કેપ્ટન), જેમિમાહ રોડ્રિગ્સ, રિચા ઘોષ (વિકેટકીપર), દીપ્તિ શર્મા, પૂજા વસ્ત્રાકર, રેણુકા ઠાકુર, રાધા યાદવ, અરુંધતિ રેડ્ડી , શ્રીયંકા પાટીલ.
પાકિસ્તાનઃ નિદા દાર (કેપ્ટન), મુનીબા અલી (વિકેટકીપર), સિદરા અમીન, આલિયા રિયાઝ, ડાયના બેગ, ફાતિમા સના, ગુલ ફિરોઝ, ઈરમ જાવેદ, સાદિયા ઈકબાલ માઈમા સોહેલ, નશરા સુંધુ.
ડ્રીમ-11 ટીમ ઇન્ડિયા વિ પાકિસ્તાન મેચ
વિકેટકીપર: રિચા ઘોષ
બેટ્સમેન: હરમનપ્રીત કૌર, સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા
ઓલરાઉન્ડર: દીપ્તિ શર્મા, પૂજા વસ્ત્રાકર, નિદા દાર, ફાતિમા સના
બોલર્સ: રાધા યાદવ, શ્રીયંકા પાટિલ, એસ ઈકબાલ
કેપ્ટન: દીપ્તિ શર્મા
વાઇસ-કેપ્ટન: નિદા દાર
ભારતીય મહિલા ટીમઃ શફાલી વર્મા, સ્મૃતિ મંધાના, જેમિમાહ રોડ્રિગ્સ, હરમનપ્રીત કૌર (કેપ્ટન), દીપ્તિ શર્મા, ઉમા છેત્રી (ડબ્લ્યુ), એસ સજના, પૂજા વસ્ત્રાકર, શ્રેયંકા પાટિલ, અરુંધતિ રેડ્ડી, રાધા યાદવ, દયાલન હેમલતા, રેણુકા ઠાકુર સિંહ. રિચા ઘોષ, આશા શોભના
પાકિસ્તાનની મહિલા ટીમઃ સિદરા અમીન, ગુલ ફિરોઝા, તુબા હસન, મુનીબા અલી (wk), નિદા દાર (કેપ્ટન), આલિયા રિયાઝ, ફાતિમા સના, ઓમાઈમા સોહેલ, ડાયના બેગ, નશરા સંધુ, સાદિયા ઈકબાલ, સૈયદા અરુબ શાહ, નાઝીહા અલ્વી, તસ્મિયા રૂબાબ, ઈરમ જાવેદ












Click it and Unblock the Notifications
