IND vs SA Final : કોહલી-અક્ષર પટેલે રંગ રાખ્યો, દક્ષિણ આફ્રિકાને મોટો ટાર્ગેટ
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી T20 વર્લ્ડ કપની ફાઈનલમાં ભારતે દક્ષિણ આફ્રિકાને મોટો ટાર્ગેટ આપ્યો છે. ભારત માટે ફરી એક વખત વિરાટ કોહલીએ મોરચો સંભાળ્યો અને ભારતને પાર ઉતાર્યુ.
ટોસ જીતીને બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાની શરૂઆત નબળી રહી હતી. એક પછી એક ત્રણ વિકેટ પડી જતા મોટી જવાબદારી કોહલીના માથે આવી ગઈ. કોહલીએ અક્ષર પટેલ સાથે મળીને આ જવાબદારી સારી રીતે સંભાળી.

ભારતે પહેલી ઈનિંગમાં 7 વિકેટ ગુમાવીને 176 રન બનાવ્યા છે. વર્લ્ડ કપની ટ્રોફી ઉપાડવા માટે દક્ષિણ આફ્રિકાએ 177 રન બનાવવા પડશે. બીજી તરફ ભારતે તેની બોલિંગથી આફ્રિકાને 176 નીચે રોકવુ પડશે.
ભારતે 34 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. રોહિત શર્મા, રૂષભ પંત અને સુર્યકુમાર યાદવ સસ્તામાં આઉટ થઈ જતા અક્ષર પટેલને ઉતારીને ભારતે મોટો દાવ ખેલ્યો. આ દાવ ભારત માટે સફળ પુરવાર થયો.
વિરાટ કોહલીએ થોડી ધીમી પરંતુ 59 બોલમાં શાનદાર 75 રનની ઈનિંગ રમી. આ સિવાય અક્ષર પટેલે સૌથી મહત્વની 31 બોલમાં 47 રનની ઈનિંગ રમી. અંતિમ ઓવરોમાં શિવમ દુબેએ પણ મણ 15 બોલમાં મહત્વની 27 રનની ઈનિંગ રમી.












Click it and Unblock the Notifications
