IND vs SA Final : રોહિત શર્માની ભવિષ્યવાણી કોહલીએ સાચી પાડી, અનુષ્કા શર્માનો વીડિયો વાયરલ
T20 World Cup Final : સાઉથ આફ્રિકા સામે ફાઈનલ મુકાબલામાં વિરાટ કોહલીએ ટીમ માટે સૌથી વધુ 76 રન બનાવ્યા. વિરાટ કોહલીની જોરદાર ઇનિંગ્સના કારણે ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકા સામે 176 રન બનાવવામાં સફળ રહી.
ફાઈનલ મેચમાં ભારતીય ટીમની બેટિંગની શરૂઆત અપેક્ષા મુજબ રહી ન હતી. શરૂઆતમાં 3 વિકેટ સસ્તામાં પડી જતા કોહલીએ બાજી સંભાળી.

ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા ઝડપી રન બનાવવાના પ્રયાસમાં કેશવ મહારાજના બોલ પર હેનરિક ક્લાસને કેચ આપી બેઠો. આ જ ઓવરમાં રોહિત શર્મા બાદ રિષભ પંત પણ વિકેટકીપર ક્વિન્ટન ડી કોકના હાથે કેચ આઉટ થયો. સતત વિકેટો પડવાથી ભારતીય ટીમ દબાણમાં આવી ગઈ હતી.
આ પછી વિરાટ કોહલીએ એક છેડેથી ટીમને સંભાળવાનું કામ કર્યું. એન્કરની ભૂમિકા નિભાવી રહેલા વિરાટ કોહલીએ અક્ષર પટેલ સાથે અડધી સદીની ભાગીદારી કરી. આ પછી વિરાટ કોહલીની સાથે શિવમ દુબેએ પણ છેલ્લી ઓવરમાં આક્રમક બેટિંગ કરી.
આ દરમિયાન વિરાટ કોહલી પોતાની અડધી સદી પૂરી કરવામાં સફળ રહ્યો હતો. 10 વર્ષ બાદ વિરાટ કોહલીએ T-20 વર્લ્ડ કપની ફાઇનલમાં 50 રનની ઇનિંગ રમી છે.
હવે આ જીત બાદ અનુષ્કા શર્માનો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં અનુષ્કા શર્મા વિરાટ કોહલીને ફોર મારવાનું કહે છે. અનુષ્કા શર્માનો વીડિયો સોશિયલ મીડિયા પર ફેન્સમાં વાયરલ થઈ રહ્યો છે, જેના પર ફેન્સ સતત રિએક્શન પણ આપી રહ્યા છે.
કોહલીના ખરાબ ફોર્મના સવાલ પર રોહિતે કહ્યું હતું કે વિરાટ કોહલી એક શાનદાર ખેલાડી છે. કોઈપણ ખેલાડી ખરાબ ફોર્મમાંથી પસાર થઈ શકે છે. અમે તેનો ક્લાસ જાણીએ છીએ. અમે આ બધી મોટી રમતમાં તેનું મહત્વ સમજીએ છીએ. જ્યારે તમે 15 વર્ષ સુધી ક્રિકેટ રમો છો ત્યારે ફોર્મ ક્યારેય મુદ્દો નથી હોતો. તેણે ફાઈનલ માટે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન સાચવ્યું છે.












Click it and Unblock the Notifications
