IND vs SA, Virat Kohli Record: કોહલીએ ફટકારી 49મી સદી, સચિનની કરી બરાબરી

IND vs SA, Virat Kohli Record: ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીનુ બેટ જોરદાર ચાલ્યું છે. આ વિશ્વ કપમાં તેણે બીજી સદી ફટકારી છે. કોહલીએ પોતાનો 35મો જન્મદિવસ ઉજવ્યો છે. બર્થડેના દિવસે કોહલીએ સાઉથ આફ્રિકાના બોલરોની ધુલાઇ કરી હતી. આ સદી સાથે સચિનના 49 સદીના રેકોર્ડની બરાબરી કરી છે.

વિરાટ કોહલીએ તેની 49મી ODI સદી ફટકારવા માટે કુલ 277 ઇનિંગ્સ લીધી હતી. સચિન તેંડુલકરે ODI ક્રિકેટમાં કુલ 452 ઇનિંગ્સ રમી હતી. ખાસ વાત એ છે કે, કોહલીનો રોલ મોડલ સચિન છે. કોહલીની પ્રથમ સદી પણ ઈડન ગાર્ડન્સમાં જ બની હતી.

Virat Kohli Record

આ સદી વિરાટ કોહલી માટે પણ ખાસ છે. કારણ કે, આજે તેનો જન્મદિવસ છે અને તે ખાસ યાદીમાં સામેલ થઈ ગયો છે. સચિન તેંડુલકર, વિનોદ કાંબલી જેવા ખેલાડીઓએ પણ તેમના જન્મદિવસના અવસર પર સદી ફટકારી હતી.

આ પહેલા ધર્મશાલામાં એક મુશ્કેલ મેચ દરમિયાન કોહલીએ 95 રનની ઇનિંગ રમી હતી. તે પોતાની સદી પૂરી કરવામાં ચૂકી ગયો હતો, પરંતુ તેની ઇનિંગની અસર જોવા મળી હતી. ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડ સામે 4 વિકેટે જીત મેળવી હતી. કોહલી ટીમ માટે મુશ્કેલી નિવારક બન્યો છે.

કોહલી પાસે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં સદી ફટકારવાની વધુ એક તક હતી. શ્રીલંકા સામેની મેચ દરમિયાન કોહલીને સચિનના વનડે સદીના રેકોર્ડની બરાબરી કરવાની તક મળી હતી. જોકે, એવું ન થયું અને તે 88 રનના અંગત સ્કોર પર આઉટ થઈ ગયો હતો. આવા સમયે સચિન પણ વાનખેડેમાં હાજર હતો.

ODI ક્રિકેટમાં સૌથી વધુ સદીના મામલે ભારતીયોનું વર્ચસ્વ છે. સચિન અને કોહલીના નામે 49-49 સદી છે અને તેમના પછી રોહિત શર્માનું નામ આવે છે. રોહિત શર્માએ વનડે ક્રિકેટમાં 31 સદી ફટકારી છે. સફેદ બોલના ક્રિકેટમાં ભારતીય ટીમનો દબદબો રહ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X