IND vs SL, Asia Cup 2023 Final : ભારતની દસ વિકેટે શાનદાર જીત, 8 મી વાર બન્યું ચેમ્પિયન
IND vs SL, Asia Cup 2023 Final : એશિયા કપમાં રવિવારના રોજ ભારતે ફાઈનલમાં હોમ ટીમ શ્રીલંકાને 10 વિકેટથી હરાવીને ટાઈટલ જીત્યું હતું. ભારતે 51 રન બનાવવા માટે માત્ર ઔપચારિકતા પૂરી કરવાની હતી, અને તેના બંને ઓપનર શુભમન ગિલ (અણનમ 27), ઈશાન કિશન (અણનમ 23) એ ઝડપી શરૂઆત આપી અને શ્રીલંકાને માત્ર 6.1 ઓવરમાં 10 વિકેટે હરાવ્યું હતું.
આ અગાઉ શ્રીલંકાના પ્રથમ દાવમાં ભારતીય ઝડપી બોલર મોહમ્મદ સિરાજે શ્રીલંકાની બેટિંગને કામમાં લીધી હતી અને તેમને માત્ર 50 રનમાં જ આઉટ કરી દીધા હતા. જેમાં સિરાજે છ અને હાર્દિક પંડ્યાએ ત્રણ વિકેટ ઝડપી હતી. શ્રીલંકા તરફથી કુસલ મેન્ડિસે સૌથી વધુ 17 રન બનાવ્યા હતા.

જસપ્રીત બુમરાહે પ્રથમ ઓવરના ત્રીજા બોલ પર કુસલ પરેરા (0)ને કેએલ રાહુલના હાથે કેચ કરાવીને શ્રીલંકાની શરૂઆત બગાડી હતી.
અને પછી અહીંથી મોહમ્મદ સિરાજની એવી સુનામી આવી કે, શ્રીલંકા તેમાં વહી ગયું હતું, અને થોડી જ વારમાં તેની 6 વિકેટ માત્ર 12 રનમાં પડી ગઈ હતી.
જેમાં એક ઓવરમાં સિરાજે લીધેલી 3 સહિત પાંચ વિકેટનો સમાવેશ થાય છે, અને અહીંથી સવાલો ઉઠવા લાગ્યા કે, શું શ્રીલંકા પચાસનો આંકડો પણ સ્પર્શી શકશે. વાસ્તવમાં જો વિરાટ કોહલીના ઓવર થ્રોથી છ રન ન આવ્યા હોત, તો યજમાન ટીમ આ આંકડાને સ્પર્શ પણ કરી શકી ન હોત.
સિરાજ બાદ જ્યારે હાર્દિક પંડ્યા એટેક પર આવ્યો, ત્યારે તેણે પણ નિયમિત અંતરે લંકા પર હુમલો કર્યો, અને થોડી જ વારમાં શ્રીલંકાની આખી ટીમ માત્ર 15.2 ઓવરમાં 50 રનમાં જ સમેટાઈ ગઈ હતી. જેમાં મોહમ્મદ સિહાજે છ, હાર્દિકે ત્રણ અને બુમરાહે એક વિકેટ ઝડપી હતી.
આ પહેલા મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, અને પ્લેઇંગ ઈલેવનમાં ફેરફાર પણ કર્યા, પરંતુ આ બંને પાસાઓ તેના માટે વિનાશક સાબિત થયા, અને શ્રીલંકાની ટીમ તેના ODI ઈતિહાસમાં બીજા સૌથી ઓછા સ્કોર પર સમેટાઈ ગઈ હતી. મેચમાં રમી રહેલા બંને દેશોની અંતિમ XI નીચે મુજબ છે.
ભારતની પ્લેઇંગ XI - રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ (વિકેટકીપર), ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, જસપ્રિત બુમરાહ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ.
શ્રીલંકાની પ્લેઇંગ XI - પથુમ નિસાન્કા, કુસલ પરેરા, કુસલ મેન્ડિસ (wk), સાદિરા સમરવિક્રમા, ચારિથ અસલંકા, ધનંજય ડી સિલ્વા, દાસુન શનાકા (c), દુનિથ વેલ્સ, દુષણ હેમંથા, પ્રમોદ મદુશન, મથિશા પાથિરાના.












Click it and Unblock the Notifications
