IND vs SL, Asia Cup 2023 Final Live : એશિયા કપમાં ભારત બન્યું ચેમ્પિયન, શ્રીલંકા સામે મેળવી શાનદાર જીત
IND vs SL, Asia Cup 2023 Final Live: Asia Cup 2023 Final, IND vs SL: એશિયા કપ 2023ની ફાઇનલ 17 સપ્ટેમ્બર, રવિવારના રોજ કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં શ્રીલંકા (SL) અને ભારત (IND) વચ્ચે ટકરાશે.
બંને ટીમો ટૂર્નામેન્ટમાં શાનદાર ફોર્મમાં છે, અને ફાઇનલમાં પહોંચી છે. બંને તરફથી થઈ રહેલા વિસ્ફોટક પ્રદર્શનને કારણે આ મેચ ખૂબ જ રસપ્રદ બનવા જઈ રહી છે.

રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ ટૂર્નામેન્ટના સુપર ફોર રાઉન્ડમાં બાંગ્લાદેશ સામે હાર્યા બાદ મેદાનમાં ઉતરશે. બીજી તરફ શ્રીલંકાએ તેની છેલ્લી મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. પાકિસ્તાનને હરાવ્યું હતું. હવે ટૂર્નામેન્ટની ફાઇનલમાં શ્રીલંકા ભારત સાથે ટકરાશે છે.
એશિયા કપમાં ભારત બન્યું ચેમ્પિયન, શ્રીલંકા સામે મેળવી શાનદાર જીત
ભારતીય ટીમે માત્ર 6 ઓવર અને 1 બોલમાં જ શ્રીલંકાને હરાવી દીધું છે. ભારતીય ટીમની 10 વિકેટે મેચ જીતી લીધી હતી. શુભમન ગીલે 27 રન અને ઇશન કિશને 23 રન બનાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, શ્રીલંકાની ટીમ માત્ર 50 ઓવરમાં જ ઓલ આઉટ થઇ ગયું હતું.
આઠમી વખત ટ્રોફી જીતવાનો પ્રયાસ કરી રહી છે ટીમ ઈન્ડિયા
ભારતીય ટીમે 1984માં એશિયા કપની પ્રથમ ફાઈનલ મેચ શ્રીલંકાને હરાવીને જીતી હતી, અને છેલ્લે 2018માં દુબઈમાં ફાઈનલ મેચમાં બાંગ્લાદેશને હરાવીને ટાઈટલ જીત્યું હતું. એશિયા કપમાં સૌથી વધુ વખત ટાઈટલ જીતવાનો રેકોર્ડ ભારતના નામે છે. ભારતીય ટીમે સૌથી વધુ 7 વખત ખિતાબ જીત્યો છે (વર્ષ 1984, 1988, 1990-91, 1995, 2010, 2016, 2018). શ્રીલંકા સામેની ફાઇનલમાં ભારત આઠમી વખત ટ્રોફી જીતવાનો પ્રયાસ કરશે
ભારત vs શ્રીલંકાનો હેડ ટુ હેડ રેકોર્ડ
ભારત અને શ્રીલંકા ODI ફોર્મેટમાં અત્યાર સુધી 166 વખત ટકરાયા છે. આ સમયગાળા દરમિયાન ભારતીય ટીમ શ્રીલંકા સામે મજબૂત સ્થિતિમાં છે. ટીમ ઈન્ડિયાએ કુલ 97 મેચ જીતી છે, જ્યારે શ્રીલંકાએ 57 મેચ જીતી છે. 11 મેચમાં કોઈ પરિણામ આવી શક્યું ન હતું, જ્યારે એક મેચ ટાઈ રહી હતી.
READ MORE
More From
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
