IND vs SL: રોહિત, વિરાટ અને બુમરાહને બ્રેક, આ ખેલાડી બની શકે છે કેપ્ટન
IND vs SL: ભારતીય કેપ્ટન રોહિત શર્મા, ચેમ્પિયન બેટ્સમેન વિરાટ કોહલી અને સ્ટાર બોલર જસપ્રિત બુમરાહને ઓગસ્ટમાં શ્રીલંકા સામેની ત્રણ મેચની વનડે શ્રેણી માટે આરામ આપવામાં આવી શકે છે.
ઉલ્લેખનીય છે કે, શ્રીલંકા સામેની વનડે સિરિઝમાં કેએલ રાહુલ અથવા હાર્દિક પંડ્યા આ ફોર્મેટમાં કેપ્ટનશીપ સંભાળી શકે છે.
એવું માનવામાં આવે છે કે, રોહિત શર્મા અને વિરાટ કોહલીએ BCCI પાસેથી લાંબો બ્રેક માંગ્યો છે. કારણ કે, બંને IPLની શરૂઆતથી જ સતત રમી રહ્યા છે. રોહિત શર્માએ છ મહિનાથી બ્રેક લીધો નથી.

ઉલ્લેખનીય છે કે, રોહિત શર્મા ડિસેમ્બર અને જાન્યુઆરીમાં દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણી બાદથી સતત રમી રહ્યો છે.
તે પછી અફઘાનિસ્તાન સામેની ટી20, ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી, આઈપીએલ અને ટી20 વર્લ્ડ કપનો સમાવેશ થાય છે. બોર્ડે કહ્યું, ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા તૈયારી માટે ઈંગ્લેન્ડ સામેની ત્રણ વનડે મેચ પૂરતી છે.
આ પછી આગામી કેટલાક મહિનાઓ સુધી બંને ટેસ્ટને પ્રાથમિકતા આપવામાં આવશે. કારણ કે, ભારતે સપ્ટેમ્બરથી જાન્યુઆરી વચ્ચે 10 ટેસ્ટ રમવાની છે.












Click it and Unblock the Notifications
