IND vs SL: કેપ્ટનશીપ મામલે સૂર્યા-હાર્દિકની દોસ્તીમાં દરાર? જુઓ વીડિયો
IND vs SL: ભારત અને શ્રીલંકા વચ્ચે 27 જુલાઈથી ત્રણ મેચની T20I શ્રેણી શરૂ થવાની છે. આ શ્રેણી માટે ભારતીય ટીમ શ્રીલંકા પહોંચી ગઈ છે. ટીમ ઈન્ડિયાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં શ્રીલંકામાં તમામ ખેલાડીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
શ્રીલંકા પ્રવાસ માટે હાર્દિક પંડ્યાની જગ્યાએ સૂર્યકુમાર યાદવને ભારતીય T20 ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. સૂર્યાને કેપ્ટન બનાવવો જોઈએ. આ પછી ખૂબ જ ઝડપથી ચર્ચા થવા લાગી હતી કે, હાર્દિક અને સૂર્યા વચ્ચે બધુ બરાબર નથી.

આ દરમિયાન એક વીડિયો સામે આવ્યો છે, જેમાં હાર્દિક પંડ્યાએ T20 સિરીઝ માટે શ્રીલંકા જતા પહેલા સૂર્યાને ગળે લગાવીને તમામ અફવાઓને ફગાવી દીધી હતી.
IND vs SL : સૂર્ય-હાર્દિક વચ્ચે બધુ બરાબર છે, વીડિયોમાં ખુલાસો થયો સત્ય - વાસ્તવમાં, સૂર્યકુમાર યાદવે ભારતીય T20 ટીમનું સુકાન સંભાળ્યા પછી, તેની અને હાર્દિક પંડ્યા વચ્ચે અણબનાવની અફવાઓ સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાઈ રહી હતી.
શ્રીલંકા જતા પહેલા બંને ખેલાડીઓ મુંબઈ એરપોર્ટ પર એકબીજાને ગળે લગાવતા જોવા મળ્યા હતા અને તેનાથી સ્પષ્ટ થઈ ગયું હતું કે આ બધી અફવાઓ ખોટી છે.
બીસીસીઆઈ દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે હાર્દિક પંડ્યા નવા કેપ્ટન સૂર્યકુમાર યાદવને સ્મિત સાથે ગળે લગાવી રહ્યો છે.
આનાથી સ્પષ્ટ થયું કે બંને ખેલાડીઓ વચ્ચે કોઈ મતભેદ નથી અને તેઓ એક થઈને શ્રીલંકા જઈ રહ્યા છે. આ બંનેની આ તસવીર જોઈને ચાહકો પણ ઘણા ખુશ થયા હતા.
હવે તે જોવાનું રસપ્રદ રહેશે કે સૂર્યકુમાર યાદવ તેની નવી કેપ્ટનશિપની જવાબદારી કેવી રીતે નિભાવે છે અને હાર્દિક પંડ્યા તેને કેવી રીતે સપોર્ટ કરે છે.
ઉલ્લેખનીય છે કે, શ્રીલંકામાં 27 જુલાઈથી ત્રણ મેચની T20I શ્રેણી શરૂ થઈ રહી છે, જે 30 જુલાઈના રોજ સમાપ્ત થશે.
Mumbai to Pallekele via Colombo ✈️ 🚌#TeamIndia have reached Sri Lanka 🇱🇰#SLvIND pic.twitter.com/ffDYJOV7wm
— BCCI (@BCCI) July 22, 2024












Click it and Unblock the Notifications
