IND vs SL : શ્રીલંકન સ્પીનર સામે ભારતીય ટીમ ઢેર, શરમજનક હાર
ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલા બીજા વન ડે મુકાબલામાં ભારતની શરમજનક હાર થઈ છે. આ સાથે જ હવે ભારતના હાથમાંથી સિરીઝ જીતવાનો મોકો નીકળી ગયો છે.
ભારત અને શ્રીલંકા વચ્ચેની પ્રથમ વનડે મેચ ટાઈ રહી હતી. બીજી મેચમાં શ્રીલંકાનો વિજય થયો છે. 241 રનના જવાબમાં ભારતીય ટીમ 208 રનમાં સમેટાઈ ગઈ. શ્રીલંકાએ આ મેચ 32 રને જીતી લીધી.

શ્રીલંકા માટે જેફરી વેન્ડરસેએ શાનદાર બોલિંગ કરી અને ભારતને ઘુંટણીએ પાડી દીધુ. 241 રનનો પીછો કરતા રોહિત શર્મા અને શુભમન ગીલે ટીમને સારી શરૂઆત અપાવી હતી. બંને બેટ્સમેનોએ પ્રથમ વિકેટ માટે 97 રનની ભાગીદારી કરી. જો કે આ પછી ભારતીય બેટ્સમેનો પત્તાની જેમ વિખેરાતા રહ્યાં.
ભારતને પહેલો ઝટકો રોહિત શર્માના રૂપમાં લાગ્યો. રોહિતને જેફરી વેન્ડરસેએ આઉટ કર્યો. રોહિત આ મેચમાં 64 રનની જોરદાર ઇનિંગ રમીને આઉટ થયો. આ પછી શુબમન ગિલ પણ જેફરી વેન્ડરસેના બોલ પર આઉટ થયો. જેફરી વેન્ડરસેએ શાનદાર બોલિંગ કરી અને શિવમ દુબેને ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન મોકલીને શ્રીલંકાને ત્રીજી સફળતા અપાવી.
આ પછી જેફરી વેન્ડરસેએ વિરાટ કોહલીને પણ પોતાનો શિકાર બનાવ્યો. કોહલી 19 બોલમાં 14 રન બનાવીને પેવેલિયન પરત ફર્યોૉ. આ પછી શ્રેયસ અય્યર અને કેએલ રાહુલ પણ ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યા.
આ પહેલા શ્રીલંકાએ પ્રથમ બેટિંગ કરતા ભારતને 241 રનનો ટાર્ગેટ આપ્યો હતો. અવિશકા ફર્નાન્ડો અને કામિન્દુ મેન્ડિસની શાનદાર ઇનિંગ્સના આધારે શ્રીલંકાએ 50 ઓવરમાં નવ વિકેટે 240 રન બનાવ્યા હતા.












Click it and Unblock the Notifications
