3rd T20, INDvsSL: શ્રીલંકાને હરાવતાની સાથે જ ભારતીય ટીમ પાકિસ્તાનના આ મોટા રેકોર્ડની બરાબરી કરશે!

3rd T20, INDvsSL: શ્રીલંકાને હરાવતાની સાથે જ ભારતીય ટીમ પાકિસ્તાનના આ મોટા રેકોર્ડની બરાબરી કરશે!

ભારત અને શ્રીલંકા વચ્ચે T-20 શ્રેણીની છેલ્લી મેચ પુણેમાં યોજાવાની છે. ભારત માટે શ્રેણી જીતવાની તક છે તો શ્રીલંકાની ટીમ ઈજ્જત બચાવવા મેદાનમાં ઉતરશે. શ્રીલંકા સામે ઘરેલુ મેદાન પર ભારતનો રેકોર્ડ શાનદાન રહ્યો છે. હાલની શ્રીલંકન ટીમને જોતા ભારતીય ટીમ ઘણી મજબુત છે.

ઈન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં યોજાયેલી બીજી T-20 મેચમાં ભારતીય ટીમે દરેક વિભાગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. જેની સામે શ્રીલંકાની જુજતી નજરે દેખાઈ હતી. મેચ બાદ શ્રીલંકાના કોચ મિકી આર્થર ટીમથી ખૂબ નારાજ હોવાના પણ સમાચાર આવ્યા અને તેમને ટીમને ભારત પાસેથી શીખવાની સૂચના આપી હતી.

ત્રીજા T-20 મેંચ પહેલા એક નજર ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી મેંચના વિવિધ આંકડા અને રેકોર્ડ પર કરીએ. આ ઉપરાંત મેંચ સમયના હવામાન પર પણ નજર કરીશું.

જીતની ટકાવારીમાં સૌથી ખરાબ પ્રદર્શનની દ્રષ્ટિએ શ્રીલંકા ત્રીજા નંબર પર

જીતની ટકાવારીમાં સૌથી ખરાબ પ્રદર્શનની દ્રષ્ટિએ શ્રીલંકા ત્રીજા નંબર પર

ભારત સામે ભારતની ધરતી પર રમાયેલા મેંચમાં જીતની વાત આવે તો આ ટકાવારીમાં શ્રીલંકાનું વિશ્વનું ત્રીજા નંબરનું ખરાબ પ્રદર્શન છે. શ્રીલંકાએ ભારતની ધરતી પર અત્યાર સુધીમાં 13 ટી -20 મેચ રમી છે, જેમાંથી તેણે ફક્ત 3 મેચ જીતી છે જ્યારે 10 મેચ હારી છે. જીતની ટકાવારી માત્ર 0.3 ટકા છે. જે દ્વિપક્ષીય શ્રેણીમાં ખરાબ પ્રદર્શનમાં ત્રીજા સ્થાને છે. આ યાદીમાં ઓસ્ટ્રેલિયા પોતાના દેશમાં ઇંગ્લેન્ડ સામે 0.125 ની જીતની ટકાવારી સાથે પ્રથમ નંબરે છે, જ્યારે ઝિમ્બાબ્વે તેના ઘરના મેદાન પર 0.142 ની જીતની ટકાવારી સાથે બીજા નંબરે છે.

પુણેમાં બન્ને ટીમોનો રેકોર્ડ સમાન રહ્યો છે

પુણેમાં બન્ને ટીમોનો રેકોર્ડ સમાન રહ્યો છે

પુણેમાં ભારત અને શ્રીલંકા વચ્ચે અત્યારસુધીમાં 2 મેંચ રમાઈ છે, જેમાં ભારત અને શ્રીલંકા બન્ને એક-એક વખત જીત્યાં છે. છેલ્લે યોજાયેલા મેંચમાં શ્રીલંકાએ ભારતને 101 રનમાં ઓલઆઉટ કરી 5 વિકેટે જીત મેળવી હતી. જ્યારે 2012 માં ભારતીય ટીમે શ્રીલંકાને 5 વિકેટથી હરાવ્યુ હતું.

શ્રીલંકાને હરાવી ભારત પાકિસ્તાનના રેકોર્ડની બરાબરી કરશે

શ્રીલંકાને હરાવી ભારત પાકિસ્તાનના રેકોર્ડની બરાબરી કરશે

જો ભારત પુણેમાં જીતશે તો T-20 ફોર્મેટમાં કોઈ પણ એક ટીમને સૌથી વધુ વખત હરાવવાના પાકિસ્તાનના રેકોર્ડની બરાબરી કરશે. ભારતીય ટીમે શ્રીલંકા સામે અત્યારસુધીમાં 18 T-20 મેચ રમી છે, જેમાં તે 12 જીત મેળવી છે. પાકિસ્તાને આ ફોર્મેટમાં 13 વખત ન્યુઝીલેન્ડને પરાજિત કર્યું છે. આવી સ્થિતિમાં જો ભારતીય ટીમ પુણેના મેદાન પર જીત મેળવે છે, તો તે આ મામલે પાકિસ્તાનના રેકોર્ડ સાથે બરાબરી કરશે.

2012 થી અજેય છે ભારત, સતત 12મીં સિરીઝ જીતી શકે છે

2012 થી અજેય છે ભારત, સતત 12મીં સિરીઝ જીતી શકે છે

ભારતીય ટીમે 2012 થી સતત 11 દ્વિપક્ષીય T-20 શ્રેણી જીતી છે. આ સમય દરમિયાન યા તો શ્રેણી ડ્રો થઈ છે યા ભારત જીત્યુ છે. હજુ સુધી એક પણ શ્રેણી હાર્યું નથી. આવી સ્થિતિમાં જો ભારતીય ટીમ પુણેમાં જીતે છે, તો તે 12 મીં T-20 શ્રેણી હશે. બીજી તરફ શ્રીલંકાની ટીમે વિરાટ કોહલીની શરૂઆત બાદ ભારત સામે એક પણ શ્રેણી જીતી નથી. વિરાટ કોહલીના ડેબ્યુ બાદ આ શ્રેણી 19 મીં દ્વિપક્ષીય શ્રેણી છે. જેમાં ભારત-શ્રીલંકા સામસામે છે. આ 19 દ્વિપક્ષીય શ્રેણીમાંથી ભારત 16 જીત્યું છે. જ્યારે છેલ્લી 10 શ્રેણીમાં વિરાટ કોહલી ટીમનો હિસ્સો રહ્યો છે, જેમા ભારતે જીત મેળવી છે.

પૂણેના મેદાન પર હવામાન કેવું રહેશે?

પૂણેના મેદાન પર હવામાન કેવું રહેશે?

ભારત અને શ્રીલંકા વચ્ચેની શ્રેણીની પહેલી મેચ વરસાદને કારણે રદ કરાઈ હતી. ત્યારથી જ ચાહકો હવામાન પર નજર રાખી રહ્યા છે. જો મેચ દરમિયાન ફરીથી હવામાન બગડે તો મેચ રદ થવાનો ભય રહે છે. જો કે પુણેમાં ભારત અને શ્રીલંકા વચ્ચેની છેલ્લી મેચમાં ચાહકો માટે રાહતના સમાચાર છે, હવામાન ચોખ્ખુ રહેવાની સંભાવના છે. વેધર રિપોર્ટ અનુસાર આ મેચમાં હવામાન સાફ રહેશે અને વરસાદની સંભાવના નહીવત છે. જો કે બીજી ઇનિંગ્સમાં ઝાકળની સમસ્યા રહેશે. જેને જોતા ટોસ જીતનારી ટીમ પહેલા બોલિંગ કરી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X