IND vs SL : વિરાટ કોહલી પ્રેક્ષકોની સામે તેની 100મી ટેસ્ટ મેચ નહીં રમી શકે
ભારતીય ટીમ શ્રીલંકા સામે બે મેચની ટેસ્ટ શ્રેણી રમવા જઈ રહી છે. હાલમાં ત્રણ મેચની T20 સિરીઝ ચાલી રહી છે.
IND vs SL : ભારતીય ટીમ શ્રીલંકા સામે બે મેચની ટેસ્ટ શ્રેણી રમવા જઈ રહી છે. હાલમાં ત્રણ મેચની T20 સિરીઝ ચાલી રહી છે. વિરાટ કોહલી ટેસ્ટ શ્રેણીમાં તેની 100મી ટેસ્ટ મેચ મોહાલીના PCA IS બિન્દ્રા સ્ટેડિયમમાં બંધ દરવાજે રમાશે, કારણ કે પંજાબ ક્રિકેટ એસોસિએશનના સીઈઓ દીપક શર્માએ પુષ્ટિ કરી છે કે, ભારત અને શ્રીલંકા વચ્ચે 4 માર્ચથી શરૂ થતી પ્રથમ ટેસ્ટ મેચ પ્રક્ષકો વિના રમાશે. કોઈપણ ચાહકને મંજૂરી આપવામાં આવશે નહીં.

ખાસ વાત એ હશે કે કોહલી પોતાની 100મી ટેસ્ટ મેચ રોહિત શર્માની કેપ્ટન્સીમાં રમશે. રોહિત પ્રથમ વખત ટેસ્ટ ક્રિકેટમાં ભારતનું નેતૃત્વ કરી રહ્યો છે. મોહાલીમાં બે મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચમાં ભારત શ્રીલંકા સામે ટકરાશે, જ્યારે બીજી ટેસ્ટ બેંગ્લોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે.
પંજાબ ક્રિકેટ એસોસિએશનના સીઈઓ દીપક શર્માએ સમાચાર એજન્સી ANI દ્વારા જણાવ્યું હતું કે, ભારત અને શ્રીલંકા વચ્ચેની પ્રથમ ટેસ્ટ દર્શકો વિના બંધ દરવાજા પાછળ રમાશે. દેશની બહાર સિરીઝમાં દક્ષિણ આફ્રિકાના હાથે ભારતની 2-1થી હાર બાદ, કોહલીએ ટેસ્ટ કેપ્ટનશીપ છોડી દીધી હતી. રમતના સૌથી લાંબા અને જૂના ફોર્મેટમાં ભારતીય ટીમના સૌથી સફળ કેપ્ટન બન્યા બાદ કોહલીએ ટેસ્ટ કેપ્ટન પદેથી રાજીનામું આપીને બધાને હચમચાવી દીધા હતા. થોડો સમય લીધા બાદ BCCIએ રોહિત શર્માને રેડ બોલ ક્રિકેટના કેપ્ટન તરીકે પણ નિયુક્ત કર્યા હતા.
કોહલીએ કેપ્ટન તરીકે ભારતીય ટીમને 68 ટેસ્ટ મેચોમાં 40 જીત અપાવી હતી. સ્ટીવ વો, ડોન બ્રેડમેન અને રિકી પોન્ટિંગ પછી કોહલીની જીતની ટકાવારી ચોથી છે.
કોહલીના નેતૃત્વ હેઠળ, ભારતે 2021માં ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ રમી હતી, પરંતુ તેને ન્યૂઝીલેન્ડ દ્વારા પરાજય મળ્યો હતો.
કેપ્ટન તરીકે કોહલીની સૌથી મોટી સિદ્ધિ ભારતની ઓસ્ટ્રેલિયામાં પ્રથમ ટેસ્ટ સિરીઝ જીતી હતી. કોહલી ટેસ્ટ પ્રત્યે જુસ્સાદાર તરીકે ઓળખાય છે. ભારતે સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ સિરીઝ ખૂબ જ આરામથી જીતવી હતી, પરંતુ ટીમ ઈન્ડિયાએ અણધારી રીતે ખરાબ પ્રદર્શન કર્યું હતું. હવે ઘરઆંગણે સિરીઝમાં ભારત પર દરેક જણ આંખ બંધ કરીને વિશ્વાસ રહ્યા છે.
શ્રીલંકા સિરીઝ માટે ભારતની ટેસ્ટ ટીમ :
રોહિત શર્મા (C), મયંક અગ્રવાલ, પ્રિયંક પંચાલ, વિરાટ કોહલી, શ્રેયસ, હનુમા વિહારી, ગિલ, રિષભ પંત, કેએસ ભરત, અશ્વિન (ફિટનેસને આધીન), જાડેજા, જયંત યાદવ, કુલદીપ, જસપ્રિત બુમરાહ (VC), શમી, સિરાજ, ઉમેશ યાદવ, સૌરભ કુમાર.












Click it and Unblock the Notifications
