IND vs WI: શુ તિરુવનંતપુરમમાં ખેલ બગાડશે, જાણો કેવો રહેશે પિચનો મિજાજ
નવી દિલ્હીઃ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ચાલ ટી20 સીરિઝની બીજી મેચ તિરુવનંતપુરમમાં આજે રવિવારે રમાશે. આ મેદાન પર રમાનાર આ ત્રીજી આંતરારષ્ટ્રીય મેચ હશે. અગાઉ 7 નવેમ્બર 2017ના રોજ ભારતે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ જ્યારે બીજી મેચ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ 1 નવેમ્બર 2018ના રોજ રમી હતી. અહીં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાયેલ મેચનું ફોર્મેટ વન ડે હતું જ્યારે ન્યૂઝીલેન્ડ સામેની ટી20 મેચ રમાણી હતી. વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતે બહુ આસાનીથી મેચ જીતી લીધી હતી, જ્યારે વરસાદે ખલેલ પહોંચાડતા 2017માં રમાયેલ આ મેચને 8 ઓવર પ્રતિ ઈનિંગ કરી દેવામાં આવ્યો હતો. ભારતે આ રોમાંચક મેચમાં 6 રને જીત હાંસલ કરી લીધી હતી. વરસાદની વાત કરીએ તો સાંભળીને ફેન્સ નિરાશ થઈ શકે છે કે હવામાન વિભાગ મુજબ આજે મેચમાં વરસાદ ખેલ બગાડી શકે.

વરસાદ ખેલ બગાડી શકે
પહેલી મેચ જીત્યા બાદ ભારતીય ટીમ શનિવારે મોડી રાત્રે તિરુવનંતપુરમ પહોંચી જ્યાં એરપોર્ટ પર ટીમનો ઈંતેજાર કરી રહેલ યુવા ફેન્સના એક ગ્રુપે કહ્યું, અમારી એક ચિંતા છે કે આખી 20 ઓવરનો મેચ જોઈ શકશું કે નહિ, કેમ કે વરસાદની આશંકા છે.

માત્ર 30 મિનિટમાં ફરી મેચ શરૂ થઈ શકે
હવામાન વિભાગે પૂર્વાનુમાન લગાવ્યા છે કે તિરુવનંતપુરમમાં આજે દિવસભર વરસાદી વાદળો છવાયેલાં રહેશે અે સાંજે વરસાદ થઈ શકે છે. જો કે પિચ ક્યૂરેટરનું કહેવું છે કે ચિંતાની કોઈ વાત નથી, જો વરસાદ થાય છે તો અમારી ડ્રેનેજ સિસ્ટમ એટલી અસરદાર છે કે માત્ર 30 મિનિટમાં જ બીજીવાર મેચ શરૂ કરી શકાય છે.
પિચ ક્યૂરેટર બીજૂએ કહ્યું કે, ટર્ફની અંદર 3500 પાઈપ છે અને જેવું જ પાણી નીચે આવી જશે કે તે તરત બહાર ચાલ્યું જશે. જો કાલે પણ મેચ દરમિયાન વરસાદ થાય છે તો મેચ ફરી શરૂ કરવા માટે અમને 30 મિનિટ જોઈશે.

બેટ્સમેનને પિચનો મિજાજ પસંદ આવશે
ઉલ્લેખનીય છેકે ભારત અને વેસ્ટ ઈન્ડિઝની વચ્ચે ગ્રીનફિલ્ડ સ્ટેડિયમ પર રમાનાર આ મેચમાં પિચનો મિજાજ બેટ્સમેનો માટે મદદરૂપ જણાવવામાં આવ્યો છે. એવામાં બંને ટીમો પાસે આવા બેટ્સમેન છે જે બોલને મેદાનથી વધુ બાઉન્ડ્રી બહાર રાકવાનોદમ રાખે છે. એવામા ફેન્સ ઈચ્છે છે કે ટીમ ઈન્ડિયા ચૂંટાયેલ વિકેટકીપર બેટ્સમેન સંજૂ સેમસનને સ્થાનીય પ્રશંસકોની સામે પોતાના ઘરે જોવાનો મોકો મળશે.
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો