IND vs WI: વિન્ડિઝે ટૉસ જીતી પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો
તિરુવનંતપુરમઃ પહેલી મેચમાં છ વિકેટથી આસાનીથી જીત સાથે ભારતે ટી20 સીરિઝમાં 1-0થી લીડ મેળવી લીધી છે. આજે ટીમ ઈન્ડિયા બીજી ટી20 મુકાબલાને જીતવાની ઉમ્મીદ સાથે મેદાનમાં ઉતરી રહી છે. બંને ટીમ વચ્ચે આજે તિરુવનંતપુરમના ગ્રીનફીલ્ડ સ્ટેડિયમમાં મુકાબલો થવા જઈ રહ્યો છે. વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતી ભારતીય ટીમને પહેલા બેટિંગ કરવા આમંત્રિત કરી છે.. ત્યારે આજની ગેમ અતિ રસપ્રદ રહેશે.
બીજી તરફ કીરોન પોલાર્ડની આગેવાનીમાં વેસ્ટ ઈન્ડિઝ ટીમ જોરદાર વાપસી કરવા માંગશે અને ત્રણ મેચની શ્રૃંખલામાં પોતાની ઉમ્મીદ બનાવી રાખવા માટે આજની મેચ જીતવા માંગશે. જણાવી દઈએ કે પહેલી મેચમાં કેએલ રાહુલ અને કેપ્ટન વિરાટ કોહલીએ શાનદાર પ્રદર્શન કરી ભારતને જીત અપાવી હતી.
જો કે પહેલી મેચમાં ભારતીય બોલર્સે કંઈ ખાસ પ્રદર્શન નહોતું કર્યું, વેસ્ટ ઈન્ડિઝે પહેલી મેચમાં 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 207 રન બનાવ્યા હતા. શિમરોન હેટમાયર, કિરોન પોલાર્ડ, બ્રેંડન કિંગ અને એવિન લુઈસે શાનદાર બેટિંગ કરતા પહેલી મેચમાં પોતાની ટીમને વિશાળ સ્કોર સુધી પહોંચાડી દીધી હતી, પરંતુ તેમના બોલર્સે તેમને નિરાશ કર્યા હતા હવે આજની મેચ રોમાંચક રહેશે.
પ્લેઈંગ ઈલેવન
ભારતઃ રોહિત શર્મા, લોકેશ્વર રાહુલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐય્યર, રિષભ પંત, શિવમ દુબે, વૉશિંગ્ટન સુંદર, રવિન્દ્ર જાડેજા, ભૂવનેશ્વર કુમાર, દિપક ચહર, યુઝવેન્દ્ર ચહલ
વેસ્ટ ઈન્ડિઝઃ લેન્ડલ સિમન્સ, ઈવિન લેવિસ, બ્રેન્ડન કિંગ, નિકોલસ પૂરન, શિમરોન હેટમાયર, કીરોન પોલાર્ડ, જેસન હોલ્ડર, ખારી પીયરે, હૈડન વાલ્શ, શેલ્ડન કોટ્રેલ, કેસ્ટ્રીક વિલિયમ્સ
IPL 2020: જાણો કોણ છે 8 ટીમોના માલિક, તેમની કુલ સંપત્તિ અને હરાજી માટેનું બજેટ
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો