IND vs ZIM 2nd T20I: વિરાટ કોહલીને ટી-20માં રિપ્લેસ કરશે આ ખેલાડી! ધોનીને માને છે ગુરુ, બર્થડે પર આપી ખાસ ભેટ
IND vs ZIM 2nd T20I Highlights: ભારતીય ટીમે ઝિમ્બાબ્વે સામેની બીજી T-20 મેચ 100 રને જીતી લીધી છે. આ જીત સાથે ભારતે શ્રેણી 1-1થી બરાબર કરી લીધી છે. ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચેની પાંચ મેચોની શ્રેણીની પ્રથમ મેચ ઝિમ્બાબ્વેની ટીમે જીતી લીધી હતી. બીજી મેચમાં ભારતે જોરદાર પ્રદર્શન કરીને વાપસી કરી હતી.
આ મેચમાં ભારતના બેટ્સમેનોએ પોતાની તાકાત બતાવી હતી. IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટનશીપ કરી રહેલા રુતુરાજ ગાયકવાડે બીજી T20 મેચમાં શાનદાર બેટિંગ કરી હતી. તેણે 77 રનની અણનમ ઇનિંગ રમી હતી. જેના કારણે ભારતીય ટીમ 234 રન સુધી પહોંચવામાં સફળ રહી હતી.

ઋતુરાજ ગાયકવાડની આ ઇનિંગ બાદ સોશિયલ મીડિયા પર કેટલાક ફેન્સ તેને વિરાટ કોહલીનું રિપ્લેસમેન્ટ ગણાવી રહ્યા છે. વાસ્તવમાં, T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીત્યા બાદ ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ T20 ફોર્મેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી.
આવી સ્થિતિમાં ભારતીય ટીમે વિરાટ કોહલીના સ્થાને પ્લેઇંગ ઇલેવનમાં યુવા ખેલાડીને સામેલ કરવો પડશે. આ યાદીમાં ઋતુરાજ ગાયકવાડનું નામ ઘણું ઊંચું છે. તેણે પોતાની જાતને અનેક પ્રસંગોએ સાબિત કરી છે. આવી સ્થિતિમાં તે વિરાટ કોહલીની જગ્યાએ ભારતીય ટીમનો ભાગ બની શકે છે.
રૂતુરાજ ગાયકવાડ મહેન્દ્ર સિંહ ધોનીને પોતાના ગુરુ માને છે. ધોની અને રુતુરાજ ગાયકવાડ IPLમાં ચેન્નાઈ માટે સાથે રમે છે. મહેન્દ્ર સિંહ ધોનીના જન્મદિવસના અવસર પર ગાયકવાડે શાનદાર બેટિંગ કરીને પોતાના પૂર્વ કેપ્ટનને ખાસ ભેટ આપી હતી. રૂતુરાજે ઝિમ્બાબ્વે સામે બીજી ટી20 મેચમાં 47 બોલમાં 77 રનની અણનમ ઇનિંગ રમી હતી.












Click it and Unblock the Notifications
