Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

IND vs ZIM : ભારતે પહેલી હારનો શાનદાર બદલો લીધો, ઝિમ્બાબ્વેની શરમજનક હાર

IND vs ZIM : પહેલા T20 મુકાબલામાં હાર્યા બાદ હવે ભારતે ઝિમ્બાબ્વેને શરમજનક હાર આપીને બદલો લઈ લીધો છે. બીજા મુકાબલામાં ભારતે મોટી જીત મેળવી છે.

ભારતીય ટીમે હરારેમાં રમાયેલા બીજા મેચમાં યજમાન ટીમને ખરાબ રીતે હરાવીને શ્રેણી 1-1થી બરાબર કરી લીધી છે.

IND vs ZIM

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી. કેપ્ટન શુભમન ગિલ સસ્તામાં આઉટ થયો અને માત્ર 2 રન બનાવી શક્યો હતો. આ સમયે ટીમ ઈન્ડિયાનો કુલ સ્કોર 10 રન હતો. અહીંથી મેદાનમાં તોફાન જોવા મળ્યુ.

રુતુરાજ ગાયકવાડ અને અભિષેક શર્માએ મળીને ઝિમ્બાબ્વેના બોલરોને એટલા ફટકાર્યા કે સ્કોર 200 પાર પહોંચી શક્યો. અભિષેક શર્માએ ઝડપી બેટિંગ કરીને પહેલા પોતાની ફિફ્ટી પૂરી કરી અને બાદમાં સદી ફટકારી. તે પોતાની બીજી મેચમાં સદી ફટકારવામાં સફળ રહ્યો. તેની સદી 46 બોલમાં આવી.

અભિષેક શર્મા 47 બોલમાં 100 રન બનાવીને આઉટ થયો પરંતુ તેણે ગાયકવાડ સાથે બીજી વિકેટ માટે સદીની ભાગીદારી કરી હતી. તેના બેટમાંથી 8 છગ્ગા અને 7 શાનદાર ચોગ્ગા આવ્યા. તેના પછી રુતુરાજ ગાયકવાડે મોરચો સંભાળ્યો અને તેના બેટમાંથી તોફાન આવ્યું. તેણે શાનદાર અડધી સધીની ઈનિંગ રમી.

ગાયકવાડ અને રિંકુએ મળીને સ્કોર 200ને પાર પહોંચાડી દીધો. ગાયકવાડે 47 બોલમાં અણનમ 77 રન બનાવ્યા તો રિંકુએ 22 બોલમાં 5 છગ્ગા અને 2 ચોગ્ગાની મદદથી 48 રનની અણનમ ઈનિંગ રમી. આ બંનેએ ટીમ ઈન્ડિયાના સ્કોરને 2 વિકેટે 234 રન સુધી પહોંચાડ્યો.

જવાબમાં ઝિમ્બાબ્વેની શરૂઆત ખરાબ રહી હતી. ઓપનર બેટ્સમેન કૈયા માત્ર 4 રનના અંગત સ્કોર પર આઉટ થઈ ગયો. ત્યારપછી બેનેટે કેટલાક સારા શોટ ફટકાર્યા પરંતુ તે પણ 9 બોલમાં 23 રન બનાવીને આઉટ થઈ ગયો. અહીંથી વધુ વિકેટો પડી અને સ્થિતિ ખરાબ થઈ ગઈ. ઝિમ્બાબ્વેએ 76 રનમાં તેની 7 વિકેટ ગુમાવી દીધી હતી.

આ પછી જોંગવેએ 33 રન બનાવ્યા પરંતુ ટીમ ઓગણીસમી ઓવરમાં 134 રનમાં ઓલઆઉટ થઈ ગઈ અને ભારતે 100 રનના વિશાળ અંતરથી મેચ જીતી લીધી. મુકેશ કુમાર અને અવેશ ખાનને 3-3 વિકેટ મળી તો રવિ બિશ્નોઈએ પણ 2 વિકેટ પોતાના નામે કરી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X