IND W vs PAK W : ભારતીય ટીમે જીત સાથે વુમન્સ એશિયા કપની શાનદાર શરૂઆત કરી
IND W vs PAK W : શ્રીલંકામાં રમાઈ રહેલા વુમન્સ એશિયા કપમાં ભારતે જીત સાથે શરૂઆત કરી છે. ભારતે તેના પહેલા મુકાબલામાં પાકિસ્તાનને હરાવીને શાનદાર શરૂઆત કરી.
હરમનપ્રીત કૌરની કપ્તાનીમાં ભારતીય ટીમે તેની પ્રથમ મેચમાં કટ્ટર હરીફ પાકિસ્તાનને હરાવ્યુ છે. ટીમ ઈન્ડિયા માટે ત્રિપુટીએ પાકિસ્તાનને ઘૂંટણિયે પડવા મજબૂર કરી દીધું. આ મેચમાં ભારતે પાકિસ્તાનને 7 વિકેટે હરાવ્યું.

દામ્બુલા ખાતે રમાયેલી મેચમાં પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાનની ટીમ માત્ર 19.2 ઓવરમાં 108 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. લક્ષ્યનો પીછો કરતા ભારતીય બેટ્સમેનોએ 109 રન બનાવીને સરળતાથી જીત મેળવી લીધી.
ભારત માટે દીપ્તિ શર્મા (3 વિકેટ), સ્મૃતિ મંધાના (45 રન) અને શેફાલી વર્મા (40 રન)ની ત્રિપુટીએ ભારતની જીતમાં મોટી ભૂમિકા ભજવી.
ટોસ જીત્યા બાદ પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય પાકિસ્તાન માટે ખોટો સાબિત થયો હતો. ભારતીય બોલરોએ શરૂઆતથી જ પોતાની પકડ મજબૂત કરી અને પાકિસ્તાનના બેટ્સમેનોને મોટા સ્કોર સુધી પહોંચતા અટકાવ્યા. પૂજા વસ્ત્રાકરે પાકિસ્તાનના ઓપનરોની સસ્તામાં વિકેટ લીધી, તેણીએ ગુલ ફિરોઝાને 5 રન અને વિકેટકીપર મુનીબા અલીને 11 રનના વ્યક્તિગત સ્કોર પર આઉટ કરીને પકડ બનાવી લીધી. હતા. આ પછી શ્રેયંકા પાટીલે આલિયા રિયાઝને 6 રનના સ્કોર પર આઉટ કરી દીધી.
109 રનના નાના ટાર્ગેટનો પીછો કરતા ભારતીય ઓપનર સ્મૃતિ મંધાના અને શેફાલી વર્માએ બંને આઉટ થતાં ભારતને ઝટકો લાગ્યો હતો. શેફાલી 29 બોલમાં 40 રન બનાવીને અરુબ શાહનો શિકાર બની. મંધાનાને પણ અરુબે આઉટ કરી. મંધાનાએ 45 રનની ઈનિંગમાં 9 ચોગ્ગા ફટકાર્યા હતા.
જીત માટે થોડા રન પહેલા ભારતને ત્રીજો ફટકો દયાલન હેમલતા (14 રન)ના રૂપમાં લાગ્યો. જેમિમાહ રોડ્રિગ્સ (3 રન*) અને કેપ્ટન હરમનપ્રીત કૌર (5 રન*) એ ભારતને વધુ નુકસાન વિના જીત તરફ લઈ ગઈ. દીપ્તિ શર્માને આ મુકાબલામાં પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવી.












Click it and Unblock the Notifications
