For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ભારતીય ટીમ ઘોષિત, કોહલી પણ નહિ રમે

IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ભારતીય ટીમ ઘોષિત, કોહલી પણ નહિ રમે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ પોતાના પહેલા ભારતના પ્રવાસ પર આવી રહેલ બાંગ્લાદેશ ટીમ વિરુદ્ધ રમાનાર ટી20 અને ટેસ્ટ સીરિઝ માટે ગુરુવારે ભારતીય સિલેક્ટર્સે ટીમ ઈન્ડિયાની ઘોષણા કરી દીધી. સિલેક્ટર્સે ટી20 સીરિઝ માટે ઘણા સમયથી મેચ રમી રહેલ કેપ્ટન વિરાટ કોહલીને આરામ આપ્યો છે. વિરાટ કોહલીએ છેલ્લે ફેબ્રુઆરીમાં બ્રેક લીધી હતી. ભારતીય ટીમે ઓક્ટોબર 2018થી તમામ ફોર્મેટમાં 56 મેચ રમી છે, જેમાંથી 48માં વિરાટ કોહલી મર્યા છે. વિરાટ કોહલીની જગ્યાએ રોહિત શર્માને ટીમની કમાન સોંપવામાં આવી છે. ટી20 સીરિઝ માટે ચૂંટવામાં આવેલ ટીમમાં સંજૂ સેમસન અને શિવમ દુબેને પહેલીવાર ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.

આ ખેલાડીઓને ટીમમાં જગ્યા મળી

આ ખેલાડીઓને ટીમમાં જગ્યા મળી

આ બંને ખેલાડીઓ સિવાય શાર્દુલ ઠાકુરને પણ ટીમમાં જગ્યા આપવામાં આવી છે. ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની બાંગ્લાદેશ વિરુદ્ધ સીરિઝમાં પણ ટીમનો ભાગ નથી. જ્યારે 2 મેચની ટેસ્ટ સીરિઝ માટે વિરાટ કોહલી ટીમમાં વાપસી કરશે. ટેસ્ટ ટીમમાં કોઈ મોટા બદલાવ કરવામાં આવ્યા નથી.

જૂની ટીમ રિટેન કરાઈ

જૂની ટીમ રિટેન કરાઈ

ટેસ્ટ મેચ માટે દક્ષિણ આફ્રિકાને ક્લિન સ્વીપ કરનાર ટીમને જ રિટેન કરવામાં આવી છે. જો કે અંતિમ મેચમાં કુલદીપ યાદવની જગ્યાએ ડેબ્યૂ કરનાર શાહબાઝ નદીમને ટીમમાં સામેલ નથી કરાયો. રાંચી ટેસ્ટમાં કુલદીપના ખભા પર ઈજા થતાં શાહબાજ નદીમને મોકો મળ્યો હતો જેનો ભરપૂર ફાયદો ઉઠાવતાં તેણે જબરદસ્ત બોલિંગ કરી હતી.

ભારતીય ટી20 ટીમ

ભારતીય ટી20 ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન, લોકેશ રાહુલ, સંજૂ સેમસન, મનીષ પાંડે, ઋષભ પંત, વૉશિંગ્ટન સુંદર, કૃણાલ પંડ્યા, યુઝવેન્દ્ર ચહલ, રાહુલ ચહર, દીપક ચહર, ખલીલ અહમદ, શિવમ દુબે, શાર્દુલ ઠાકુર.

ટેસ્ટ ટીમ

ટેસ્ટ ટીમ

વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે, હનુમા વિહારી, રિદ્ધિમાન સહા, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, ઈશાંત શર્મા, શુભમન ગિલ અને ઋષભ પંત.

<strong>ભારતીય સેનાની 20 વર્ષ જૂની ગાડીમાં જોવા મળ્યા એમએસ ધોની</strong>ભારતીય સેનાની 20 વર્ષ જૂની ગાડીમાં જોવા મળ્યા એમએસ ધોની

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
india announced squad for t20 and test series against bangladesh
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X