મુંબઈ ઈન્ડિયન્સની ચોથી હાર, પંજાબ કિંગ્સએ 7 વિકેટે હરાવી

ગુરુવાર, 16 એપ્રિલ 2026ના રોજ વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલા રોમાંચક મુકાબલામાં પંજાબ કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને 7 વિકેટે હરાવ્યું. ક્વિન્ટન ડી કૉકની અણનમ 112 રનની શાનદાર સદી છતાં, મુંબઈ 195 રનનો વિશાળ સ્કોર બચાવવામાં નિષ્ફળ રહ્યું.

ટૉસ હારી પ્રથમ બેટિંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સે 20 ઓવરમાં 6 વિકેટે 195 રન બનાવ્યા. જોકે, ટીમનો પ્રારંભ નબળો રહ્યો; રેયાન રિકલ્ટન માત્ર 2 રન બનાવી આઉટ થયા, જ્યારે સૂર્યકુમાર યાદવ ખાતું ખોલાવ્યા વિના જ પેવેલિયન પરત ફરતા ટીમ દબાણમાં આવી ગઈ.

રોહિત શર્માના ઈજાગ્રસ્ત થતા ટીમમાં આવેલા ડી કૉકે એક છેડો સંભાળી આક્રમક બેટિંગ કરી 53 બૉલમાં સદી ફટકારી, જે આ સીઝનની તેમની પ્રથમ હતી. તેમને નમન ધીરનો સારો સાથ મળ્યો, જેમણે 31 બૉલમાં 50 રનનું મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. ડી કૉકે 8 ચોગ્ગા અને 7 છગ્ગા સાથે કુલ 112* રન બનાવ્યા.

કેપ્ટન હાર્દિક પંડ્યાએ 14 રન બનાવ્યા, જ્યારે શેરફેન રદરફોર્ડ સસ્તામાં આઉટ થયા. અંતમાં તિલક વર્માએ 8 રન જોડ્યા. મુંબઈની ઇનિંગ્સમાં 8 વધારાના રન પણ આવ્યા હતા, જેથી કુલ સ્કોર 195 પર પહોંચ્યો.

જવાબમાં 196 રનના લક્ષ્યનો પીછો કરતા પંજાબ કિંગ્સનો પ્રારંભ પણ નબળો હતો. ઓપનર પ્રિયંશ આર્યએ 9 બૉલમાં 15 રન બનાવી ઝડપથી આઉટ થયા, જ્યારે કૂપર કોનલી પણ 17 રન બનાવી પેવેલિયન પરત ફર્યા.

જોકે, ત્યારબાદ શ્રેયસ ઐયર અને પ્રભસિમરન સિંહે મોરચો સંભાળી આક્રમક બેટિંગ કરી. પ્રભસિમરને પોતાની અડધી સદી પૂરી કરી. 12 ઓવરના અંતે પંજાબ કિંગ્સે 2 વિકેટે 132 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો.

ઐયરે 35 બૉલમાં 5 ચોગ્ગા અને 4 છગ્ગા સાથે 66 રન ફટકાર્યા. બીજી તરફ, પ્રભસિમરન સિંહે 39 બૉલમાં 11 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી અણનમ 80 રનની તોફાની ઇનિંગ્સ રમી. આ જોડીએ પંજાબને 17મી ઓવરમાં 7 વિકેટે જીત અપાવી.

આ ભવ્ય જીત સાથે પંજાબ કિંગ્સ પોઈન્ટ ટેબલમાં ટોચના સ્થાને પહોંચી ગયું છે, જ્યારે ક્વિન્ટન ડી કૉકની સદી છતાં મુંબઈ ઈન્ડિયન્સને આ સીઝનમાં ચોથી હારનો સામનો કરવો પડ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X