Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

IND vs ENG: ટી20 વિશ્વ કપ સેમીફાઈનલમાં જીત્યા બાદ ભારતે તોડ્યા મોટા રેકોર્ડ

T20 World Cup semi-final, IND vs ENG: ભારતીય ટીમે સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડની ટીમને 68 રને શાનદાર પરાજય આપ્યો છે. આ જીત સાથે ભારતે છેલ્લા T20 વર્લ્ડ કપની સેમીફાઈનલમાં મળેલી હારનો બદલો પણ લઈ લીધો હતો.

ભારતીય ટીમે કુલ ત્રીજી વખત T20 વર્લ્ડ કપની ફાઇનલમાં જગ્યા બનાવી છે. સેમીફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરીને 171 રન બનાવ્યા હતા.

આ પછી ઈંગ્લેન્ડની ટીમ માત્ર 103 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતીય ટીમે મેચ જીતતાની સાથે જ રેકોર્ડ બનાવી લીધી છે.

ભારતીય ટીમે નોકઆઉટમાં બીજી સૌથી મોટી જીત નોંધાવી - T20 વર્લ્ડ કપની નોકઆઉટ મેચોમાં કોઈપણ ટીમની આ બીજી સૌથી મોટી જીત છે. ભારતીય ટીમે ઈંગ્લેન્ડ સામેની સેમીફાઈનલ મેચ 68 રને જીતીને અજાયબી કરી બતાવી છે.

T20 World Cup semi-final

ઉલ્લેખનીય છે કે, T20 વર્લ્ડ કપની નોકઆઉટ મેચોમાં સૌથી મોટી જીત નોંધાવવાનો રેકોર્ડ વેસ્ટ ઈન્ડિઝની ટીમના નામે છે. વેસ્ટ ઈન્ડિઝે T20 વર્લ્ડ કપ 2012ની સેમીફાઈનલ મેચ ઓસ્ટ્રેલિયા સામે 74 રને જીતી લીધી હતી.

T20 વર્લ્ડ કપ નોકઆઉટમાં સૌથી વધુ જીતના માર્જિન (રન દ્વારા)

  • 74 રન - વેસ્ટ ઈન્ડિઝ વિ ઓસ્ટ્રેલિયા, 2012, સેમીફાઈનલ
  • 68 રન - IND vs ENG, પ્રોવિડન્સ, 2024, સેમીફાઇનલ
  • 57 રન - શ્રીલંકા વિ વેસ્ટ ઈન્ડિઝ, 2009, સેમીફાઈનલ
  • 36 રન - વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ શ્રીલંકા, 2012, ફાઈનલ

T20 વર્લ્ડ કપમાં ચોથી સૌથી મોટી જીત નોંધાઈ છે - T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં રનના મામલે ભારતની આ ચોથી સૌથી મોટી જીત છે. T20 વર્લ્ડ કપ 2012માં ભારતે ઈંગ્લેન્ડ સામેની મેચ 90 રને જીતી હતી, જે T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં તેની સૌથી મોટી જીત છે.

T20 વર્લ્ડ કપમાં રનના મામલે ટીમ ઈન્ડિયાની સૌથી મોટી જીત

  • ઇંગ્લેન્ડ વિરુદ્ધ 90 રન, 2012
  • ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 73 રન, 2014
  • 71 રન વિ ઝિમ્બાબ્વે, 2022
  • ઈંગ્લેન્ડ વિરુદ્ધ 68 રન, 2024
  • 66 રન વિ અફઘાનિસ્તાન, 2021

ભારતીય ટીમે T20Iમાં સતત 12મી મેચ જીતી છે - ટી20 વર્લ્ડ કપ 2024માં ભારતીય ટીમનો આ સતત 7મો વિજય છે. આ પહેલા ભારતીય ટીમ કોઈ એક એડિશનમાં આટલી મેચો જીતી શકી નથી. ડિસેમ્બર 2023 થી જૂન 2024 સુધીની T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતીય ટીમની આ સતત 11મી જીત છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X