અંડર-19 એશિયા કપ ફાઈનલમાં ડ્રામા, ભારતીય ખેલાડીઓએ મોહસીન નકવીને ઔકાત દેખાડી
અંડર-19 એશિયા કપ 2025નો ફાઇનલ ક્રિકેટના રોમાંચ કરતાં મેદાન બહારના ડ્રામા માટે વધુ યાદગાર બની રહ્યો. પાકિસ્તાને 191 રનથી ભારતને હરાવી ટાઇટલ જીત્યું, પરંતુ પુરસ્કાર વિતરણ સમારોહમાં ભારતીય ખેલાડીઓના પગલાંએ સૌને આશ્ચર્યચકિત કર્યા.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) અધ્યક્ષ અને એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) પ્રમુખ મોહસિન નકવી વિજેતાઓ-ઉપવિજેતાઓને મેડલ આપવા સ્ટેજ પર આવ્યા. ભારતીય ખેલાડીઓએ તેમની સાથે મંચ શેર કરવાનો ઇનકાર કર્યો. ટીમે મુખ્ય સ્ટેજને બદલે ICC અધિકારી પાસેથી રનર-અપ મેડલ્સ સ્વીકાર્યા.
આ પહેલીવાર નથી કે ટીમ ઇન્ડિયાએ મોહસિન નકવીને અવગણ્યા હોય. સપ્ટેમ્બર 2025માં સિનિયર એશિયા કપ દરમિયાન પણ ભારતીય ટીમે નકવીના હાથે ટ્રોફી લેવાનો ઇનકાર કર્યો હતો. ભારત-પાકિસ્તાન વચ્ચેના રાજકીય તણાવ અને તાજેતરના બનાવોને કારણે ટીમે આ કડક વલણ અપનાવ્યું છે.
આ પછી મોહસિન નકવી સીધા પાકિસ્તાની ટીમ પાસે પહોંચ્યા. તેમણે કપ્તાન ફરહાન યુસુફને ટ્રોફી આપી અને ટીમ સાથે ઉજવણી કરતા ફોટા પડાવ્યા. ખેલાડીઓના વિક્ટરી લેપ દરમિયાન પણ તેઓ તેમની સાથે જોવા મળ્યા.
ફાઇનલમાં ભારતનો દિવસ ખરાબ રહ્યો. પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને 347 રનનો વિશાળ સ્કોર બનાવ્યો. જવાબમાં ભારતીય ટીમ માત્ર 156 રનમાં ઓલઆઉટ થઈ જતાં હારનો સામનો કરવો પડ્યો.












Click it and Unblock the Notifications
