For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

U19 CWC : પાકિસ્તાનને હરાવી ફાઇનલમાં પહોંચ્યું ભારત

આઇસીસી અંડર 19 માં ભારતીય ટીમનું અદ્ઘભૂત પ્રદર્શન. પાકિસ્તાનને ભારતે આ મેચમાં 203 રને હરાવી ફાઇનલમાં પોતાનું સ્થાન મેળવ્યું છે. જાણો આ ખબર અંગે વધુ અહીં.

By Chaitali
|
Google Oneindia Gujarati News

વાત જ્યારે પાકિસ્તાનને ક્રિકેટમાં હરાવાની હોય ત્યારે ટીમ ઇન્ડિયા હોય કે અંડર 19ની આઇસીસી ટીમ, જીત ભારતની મોટાભાગે થતી હોય છે. આઇસીસી અંડર 19 વર્લ્ડ કપના બીજા સેમીફાઇનલમાં પણ ભારતે પાકિસ્તાનની ટીમને 203 રને હરાવીને ફાઇનલમાં પોતાની જગ્યા પાક્કી કરી લીધી છે. પૂરી ટૂર્નામેન્ટમાં અજય રહેલી ટીમ ઇન્ડિયાની ટીમે પાકિસ્તાનને એકતરફી રમતમાં હરાવીને આ જીત મેળવી છે. હવે ભારત ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સાથે મેચ રમશે. ઓસ્ટ્રેલિયાની ટીમે પણ અફધાનિસ્તાનની ટીમને હરાવીને આ સ્થાન મેળવ્યું છે. ઉલ્લેખનીય છે કે આઇસીસી અંડર 19 વર્લ્ડ કપમાં ભારતના ખેલાડીઓએ આ વખતે શાનદાર પ્રદર્શન કર્યું છે. નોંધનીય છે કે પાકિસ્તાન સાથેની આ મેચમાં ભારતના શુભમન ગિલે મેન ઓફ ધ મેચ રહ્યા હતા. ભારત પાકિસ્તાનને 203 રનોથી હરાવીને ફાઇનલમાં પહોંચ્યું છે. નોંધનીય છે કે 69ના સ્કોર પર જ પાકિસ્તારની 9મી વિકેટ પડી ગઇ હતી. અને અભિષેક શર્મામાં પાકિસ્તાનની આ દસમી વિકેટ પણ મેળવીને ભારતની જીતાડ્યું હતું. નોંધનીય છે કે ભારતે પાકિસ્તાનને 273 રનનું લક્ષ્ણાંક આપ્યું હતું.

India

નોંધનીય છે કે ભારતની અંડર 19 ટીમે આ સમગ્ર ટૂર્નામેન્ટમાં અદ્ધભૂત પ્રદર્શન કર્યું છે. અને પાકિસ્તાન સાથેની આ મેચમાં પણ શાનદાર પ્રદર્શન કરીને ફરી એક વાર ભારતીય ટીમે સાબિત કરી દીધું હતું કે કેમ તે ફાઇનલમાં રમવા માટે દાવેદાર છે. આ વખતે ભારતની અંડર 19 ટીમના પ્રદર્શનને જોતા ક્રિકેટ પ્રેમીઓની ફાઇનલમાં પણ ભારત જીતે તેવી આશા ઊભી થઇ છે. પાકિસ્તાન સાથેની આ મેચમાં ભારતે જોરદાર ઓપનિંગ બેટિંગથી જીતને શરૂઆતમાં જ પોતાની તરફ કરી લીધી હતી. અને કેપ્ટન પૃથ્વી શો અને મંજોત કાલરાએ 10 ઓવરમાં જ 59 રનનો સ્કોર બનાવી લીધો હતો. ત્યારે આ મેચ તેની શરૂઆતની જેમ જ અંત સુધી એકતરફી રહી હતી. અને પાકિસ્તાન તેના સારું પ્રદર્શન કરવ અસર્મથ રહી હતી.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
India stormed into the final of Under-19 cricket World Cup after thrashing Pakistan by 203 runs in the semifinals at Christchurch.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X