T20 WC 2026 માટે ભારતીય ટીમની નવી જર્સી લોન્ચ કરાઈ
ICC ટી20 વર્લ્ડ કપ 2026 માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ટીમ ઇન્ડિયાની નવી જર્સીનું અનાવરણ કર્યું છે. રાયપુરમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની બીજી વનડે મેચના ઇનિંગ્સ બ્રેક દરમિયાન આ જર્સી લોન્ચ કરાઈ હતી, જેને લઈ ક્રિકેટ ચાહકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આકર્ષક દેખાવવાળી આ જર્સીનો મુખ્ય રંગ ઘેરો વાદળી છે, જેમાં સામે ઘેરી ઊભી પટ્ટીઓ છે.

જર્સીના કોલરને ભારતીય ત્રિરંગા (કેસરિયો, સફેદ અને લીલો) રંગોથી સજાવવામાં આવ્યો છે, જે તેને મજબૂત દેશભક્તિનો સ્પર્શ આપે છે. કિનારીઓ પરના નારંગી પેનલ તેને બોલ્ડ દેખાવ આપે છે. આગળના ભાગમાં એડિડાસ, BCCI અને સ્પોન્સર અપોલો ટાયર્સના લોગો સ્પષ્ટપણે દેખાય છે.
દેશનું નામ "INDIA" મોટા ઓરેંજ અક્ષરોમાં લખાયેલું છે. કુલ મળીને આ જર્સી સ્ટાઇલિશ, સ્પોર્ટી અને અત્યંત દેશભક્તિપૂર્ણ લાગે છે. ભારતીય ટીમને આ નવી જર્સી કેટલી સફળતા અપાવે છે તે જોવું રસપ્રદ રહેશે. ICC ટી20 વર્લ્ડ કપ 2026 નો આરંભ 7 ફેબ્રુઆરીએ થશે.
ટુર્નામેન્ટનો પહેલો મુકાબલો મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. ભારતની પ્રથમ મેચ પણ 7 ફેબ્રુઆરીએ મુંબઈમાં USA સામે નિર્ધારિત છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની બહુપ્રતીક્ષિત ટક્કર 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં થશે. ફાઇનલ 8 માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે, જો કે પાકિસ્તાન ક્વોલિફાય કરશે તો અંતિમ મુકાબલો કોલંબોમાં રમાશે.












Click it and Unblock the Notifications
