ટેસ્ટ ઇતિહાસમાં સૌથી ઝડપી 250 વિકેટ લેવાનો રેકોર્ડ અશ્વિનના નામે

Written By:
Subscribe to Oneindia News

ભારત વિ. બાંગ્લાદેશ વચ્ચેની એકમાત્ર ટેસ્ટ મેચ રાજીવ ગાંધી સ્ટેડિયમમાં રમાઇ રહી છે. રવિવારે મેચના ચોથા દિવસે ભારતીય બેટ્સમેનએ શાનદાર પ્રદર્શન કર્યું, તો બીજી બાજુ ભારતના દિગ્ગજ ઓફ-સ્પીન બોલર રવિચંદ્રન અશ્વિને પોતાના કરિયરમાં વધુ એક સુવર્ણ પ્રકરણ ઉમેરી દીધું છે.

ashwin
  • રવિવારની ટેસ્ટ મેચમાં અશ્વિન સૌથી ઝડપી 250 વિકેટ લેવાવાળા પહેલા બોલર બન્યા છે.
  • ભારતના સ્પિન બોલર અશ્વિને 45 મેચોમાં 250 વિકેટ લીધી છે.

તેમણે આજે ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બોલર ડેનિસ લીલીને પણ પાછળ છોડી દીધા છે, ડેનિસ લીલીએ 48 મેચમાં 250 વિકેટ લીધી હતી.

ભારત વિ. બાંગ્લાદેશની મેચના ચોથા દિવસે ભારતીય ટીમે પોતાની બીજી ઇનિંગમાં 4 વિકેટના નુકસાન સાથે 159 રન બનાવીને ઇનિંગ ડિક્લેર કરી દીધી છે. આ સાથે જ ભારતે બાંગ્લાદેશને જીતવા માટે 459 રનનું લક્ષ્ય આપ્યું છે.

English summary
India's premier spinner R Ashwin has crossed another landmark in his burgeoning Test career, becoming the fastest to reach 250 wickets in the games history.
Please Wait while comments are loading...