Video: ઑસ્ટ્રેલિયા સામેની 4થી વન ડેમાં ધોનીની અવિશ્વસનીય ભૂલ
ભારત વિ. ઑસ્ટ્રેલિયા: મહેન્દ્ર સિંહ ધોનીએ એરોન ફિંચને આઉટ કરવાનો ચાન્સ ગુમાવ્યો, જુઓ વીડિયો.
દુનિયાના સૌથી શ્રેષ્ઠ વિકેટકીપર મનાતા મહેન્દ્ર સિંહ ધોની મોટા ભાગે સ્ટંમ્પ પાછળની પોતાની સ્ફૂર્તિથી લોકોને આશ્ચર્યચકિત કરી દે છે. બેટ્સમેન થોડા પણ આગળ નીકળે કે, ધોની એ ક્ષણનો લાભ લઇ તરત તેને આઉટ કરે. પરંતુ ઑસ્ટ્રેલિયા સામે રમાયેલ 4થી વન ડે મેચમાં ધોની પોતાની આ સમયસૂચકતા વાપરવાનું ચૂકી જતાં ટીમ ઇન્ડિયાએ મેચ જીતવાની તક ગુમાવી હતી. સ્ટેડિયમમાં બેઠેલા દર્શકોને પણ ત્યારે જાણે વિશ્વાસ નહોતો થયો કે, આવી ભૂલ ધોનીથી થઇ શકે.

ઑસ્ટ્રેલિયાના દાવમાં 23મી ઓવર રમી રહેલ એરોન ફિંચ 47 રન બનાવી ચૂક્યા હતા, ભારત તરફથી યુજવેન્દ્ર બોલિંગ કરી રહ્યા હતા. યુજવેન્દ્ર ચહલના સ્પિન બોલ પર શોટ લગાવવા માટે ફિંચ ક્રિઝ પર આગળ વધ્યા, પરંતુ ચૂકી ગયા અને બોલ પાછળ જતો રહ્યો. આ ક્ષણે સૌને લાગ્યું કે, ધોની આ તકનો લાભ લઇ ફિંચને આઉટ કરશે, પરંતુ ધોની પણ બોલ ઝડપાવની તક ચૂકી ગયા અન ફિંચને જીવનદાન મળ્યું.
ફિંચે આ તકનો પૂરો લાભ ઉઠાવતા ત્યાર બાદ 3 છગ્ગા અને 3 ચોગ્ગા ફટકારી 94 રન બનાવ્યા. ફિંચ અને ડેવિડ વોર્નરે મળી 231 રનની ભાગીદારી નોંધાવી. આ કારણે જ ઑસ્ટ્રેલિયાની ટીમ 334 રનનો વિશાળ સ્કોર કરવામાં સફળ રહી અને ભારતીય ટીમને 21 રનથી હારવાનો વારો આવ્યો.
ધોનીની આ ભૂલનો વીડિયો જુઓ અહીં...
Dhoni misses stumping chance #INDvAUS pic.twitter.com/ovADUgH3OX
— ANOOP DEV (@AnoopCricket) September 28, 2017
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત



Click it and Unblock the Notifications
