india vs australia, IND vs AUS 3rd odi live score: ભારતનો મિડલ ઓર્ડર નિષ્ફળ, 66 રને હાર
india vs australia, IND vs AUS 3rd odi live score : ભારતીય ક્રિકેટ ટીમ રાજકોટમાં ઓસ્ટ્રેલિયાને ક્લિન સ્વિપ કરવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે. ટીમ ઇન્ડિયા 3 વન ડે મેચની સિરીઝમાં 2-0 થી લીડ મેળવી છે. બુધવારના રોજ રાજકોટમાં ત્રીજી વન ડે ભારતીય સમય અનુસાર બપોરે દોઢ કલાકે મેચ શરૂ થશે.
ભારત-એસ્ટ્રેલિયાની ત્રીજી વન ડે મેચ માટે બંને ટીમના પ્લેઈંગ 11માં મોટા ફેરફાર જોવા મળી શકે છે. હાર્દિક પંડ્યા સિવાય ઓપનર શુભમન ગિલ, ફાસ્ટ બોલર મોહમ્મદ શમી, શાર્દુલ ઠાકુર અને અક્ષર પટેલ પ્લેઈંગ 11નો ભાગ નહીં હોય. બંને ટીમોમાં શું ફેરફાર શક્ય છે?

આવા સમયે ગ્લેન મેક્સવેલ અને મિચેલ સ્ટાર્કનું ઓસ્ટ્રેલિયન પ્લેઈંગ 11માં વાપસી નિશ્ચિત છે. આ પહેલા ગ્લેન મેક્સવેલ અને મિચેલ સ્ટાર્ક મોહાલી અને ઈન્દોર વનડેમાં રમી શક્યા ન હતા.
એવું માનવામાં આવતું હતું કે, હાર્દિક પંડ્યા સિવાય ભારતીય ટીમ ત્રીજી વનડે માટે તેના પ્લેઈંગ 11માં શુભમન ગિલ, મોહમ્મદ શમી, શાર્દુલ ઠાકુર અને અક્ષર પટેલને મેદાનમાં ઉતારશે, પરંતુ આ ખેલાડીઓ રાજકોટ વનડેમાં રમી શકશે નહીં.












Click it and Unblock the Notifications
