આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ધોનીની ઉપલબ્ધિ પર ફિદા થયા સચિન

Written By:
Subscribe to Oneindia News

ટીમ ઇન્ડિયાના સ્ટાર ખેલાડી મહેન્દ્ર સિંહ ધોનીએ ઑસ્ટ્રેલિયા સામેની પહેલી વન ડેમાં પોતાની શાનદાર બેટિંગથી લોકોનું મન જીતી લીધું હતું. આ મેચમાં તેમણે 88 બોલ પર 79 રન ફટકાર્યા હતા અને આ સાથે તેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 100 અર્ધસદી પૂર્ણ કરી હતી. ક્રિકેટ દરમિયાન ચેન્નાઇના મેદાન પર ધોની છવાઇ ગયા હતા અને ત્યાર બાદ સોશિયલ મીડિયા પર પણ ચારે બાજુ ધોની જ જોવા મળે છે.

સચિન તેંડુલકરનું ટ્વીટ

ક્રિકેટ રસિયાઓએ ધોનીના ખૂબ વખાણ કર્યા હતા અને ક્રિકેટ દિગ્ગજોએ પણ પોતાના અંદાજમાં ધોનીને શુભકામનાઓ પાઠવતા શાબાશી આપી હતી. આમાં સૌથી સરસ વાત કહી ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરે. સચિન તેંડુલકરે ટ્વીટ કરતાં લખ્યું હતું, 'મહેન્દ્ર સિંહ ધોનીની વધુ એક સદી! પરંતુ આ વખતે સ્ટંમ્પ્સ સામે! અર્ધસદીની સદી પૂર્ણ કરવા બદલ શુભકામનાઓ માહી.'

100 સ્ટંમ્પિંગનો વિશ્વ વિક્રમ

100 સ્ટંમ્પિંગનો વિશ્વ વિક્રમ

આ પહેલા ધોનીએ શ્રીલંકા સામેની વન ડે સીરિઝમાં સ્ટંમ્પિગ્સની સદી પૂર્ણ કરી હતી. ધોનીએ વન ડે ક્રિકેટમાં 100 સ્ટંમ્પિગ કરવાનો વિશ્વ વિક્રમ બનાવ્યો હતો. આવું કરનારા ધોની વિશ્વના પહેલા વિકેટ કીપર છે.

વન ડેમાં ધોનીની 66મી અર્ધસદી

વન ડેમાં ધોનીની 66મી અર્ધસદી

ઉલ્લેખનીય છે કે, આ વન ડે મેચમાં ધોનીની 66મી અર્ધસદી હતી. ટેસ્ટ ક્રિકેટમાં તેઓ 33 અને ટી-20માં એક અર્ધસદી ફટકારી ચૂક્યા છે. સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ અને સૌરવ ગાંગુલી બાદ આ ઉપલબ્ધિ મેળવનાર તેઓ ભારતના 4થા અને દુનિયાના 14મા બેટ્સમેન છે. તથા આ ઉપલબ્ધિ મેળવનાર કુમાર સંગાકારા પછીના બીજા વિકેટ કીપર બેટ્સમેન છે મહેન્દ્ર સિંહ ધોની.

ભારત સીરિઝમાં 1-0થી આગળ

ભારત સીરિઝમાં 1-0થી આગળ

ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની 5 વન ડે મેચની સીરિઝની પ્રથમ મેચ રવિવારે ચેન્નાઇના એમ.ચિદંબરમ સ્ટેડિયમ ખાતે રમાઇ હતી. વરસાદને કારણે મેચમાં વિઘ્ન પડ્યું હતું, આ કારણે ડકવર્થ લુઈસ નિયમાનુસાર ઑસ્ટ્રેલિયાને 26 રનથી હરાવી ભારતે મેચમાં જીત મેળવી હતી. આ સાથે જ ભારત આ સીરિઝમાં 1-0થી આગળ થઇ ગયું છે.

English summary
Master Blaster Sachin Tendulkar congratulates MS Dhoni for completing century of ODI cricket fifties.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.