કલકત્તા વનડેઃ 5 રનથી મેચ હારી ભારતીય ટીમ, સિરિઝ પર 2-1થી કબજો

Written By:
Subscribe to Oneindia News

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે વન ડે સિરિઝની અંતિમ મેચમાં ભારતની હાર થઇ હતી. પુના અને કટકમાં રમાયેલી વન ડે મેચ જીતીને ભારતીય ટીમ વિરાટ કોહલીની કપ્તાની હેઠળ રમાઇ રહેલી પહેલી વનડે સિરિઝ પર પોતાનો કબજો જમાવ્યો હતો. પરંતુ ગઇ કાલે રમાયેલી અંતિમ મેચમાં માત્ર 5 રનથી ભારતીય ટીમ કલકત્તા વન ડે મેચ હારી ગઇ.

team england

અહીં વાંચો - યુવરાજના 150 રનઃ કોહલીનો વિશ્વાસ, ધોનીનો આધાર, માંના આશિષ અને લેડી લક

મેચનો સ્કોર

 • ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે કલકત્તામાં રસમાયેલી વનડે સિરિઝની છેલ્લી મેચમાં ઇંગ્લેન્ડની ટીમે ભારતને 322 રનનો લક્ષ્યાંક આપ્યો છે.
 • ઇંગ્લેન્ડની ટીમે 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 321 રન બનાવ્યા હતા.
 • ઇંગ્લેન્ડની શરૂઆત સારી થઇ હતી, ઇંગ્લેન્ડના જેસન રૉય (65) અને સેમ બિલિંગ્સે (35) સાથે મળી 98 રન ફટકાર્યા.
 • ભારતીય ટીમ 322 રનના લક્ષ્યાંકને પાર કરવામાં અસફળ રહી. ભારતની ટીમ 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 316 જ રન બનાવી શકી.
 • ઇંગ્લેન્ડને પહેલો ઝાટકો 17.2 ઓવરમાં રવિન્દ્ર જાડેજાની બોલ પર મળ્યો.
 • આ સાથે જ રિવન્દ્ર જાડેજાએ 150 વન ડે વિકેટ પૂર્ણ કરી ઇતિહાસ રચ્યો છે.
 • ઇંગ્લેન્ડ ટીમના બેટ્સમેન જેસન રૉય અને સેમ બિલિંગ્સ બંન્નેની વિકેટ રવિન્દ્ર જાડેજાએ લીધી.
 • ભારતીય ટીમે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
ravindra jadeja

ખાસ વાતો

 • કતકત્તાના ઇડન ગાર્ડનમાં ભારતીય ટીમ અત્યાર સુધીમાં 19 મેચ રમી ચૂકી છે, જેમાંથી 11 મેચમાં તેમને જીત મળી છે અને 7 મેચમાં તેમની હાર થઇ છે.
 • તો બીજી બાજુ ઇંગ્લેન્ડની ટીમ આ મેદાન પર 3 મેચ રમી છે અને ત્રણેયમાં તેમને હાર મળી છે.
 • આજની મેચમાં કપ્તાન કોહલીના ઘણા પ્રયોગો જોવા મળશે, કોહલી આજની મેચ ચેમ્પિયન ટ્રોફીને ધ્યાનમાં રાખીને રમશે.
 • જૂનમાં ભારત ચેમ્પિયન્સ ટ્રોફી રમવા જઇ રહ્યું છે અને આજના વનડે મેચ બાદ ભારતીય ટીમને ચેમ્પિયન્સ ટ્રોફી પહેલાં કેઇ વન ડે સિરિઝ રમાવની નથી. આથી મુખ્ય કોચ અનિલ કુંબલે અને કપ્તાન વિરાટ કોહળી પાસે પોતાની ટીમને પારખવાની આ છેલ્લી તક છે એમ કહી શકાય.
 • આજની મેચમાં શિખર ધવન જોવા નહીં મળે, તેમની આંગળી પર ઇજા થઇ હોવાથી તેમની જગ્યાએ આજે અંજિક્ય રહાણેને ટીમમાં સ્થાન મળ્યું છે.
 • આજની મેચમાં ભારતના સ્ટાર સ્પિનર રવિન્દ્ર જાડેજાએ 150 વન ડે વિકેટનો રેકોર્ડ પોતાના નામે કરી ઇતિબાસ રચ્યો છે. આ રેકોર્ડ બનાવવા વાળા તેઓ ભારતના પ્રથમ લેફ્ટ આર્મ સ્પિન બોલર છે.
 • ઇંગ્લેન્ડની ટીમમાં 2 પરિવર્તન થયા છે. ચોટિલ એલેક્સ હેલ્સ અને જોએ રૂટના સ્થાને સેમ બિલિંગ્સ અને જોન બેયરસ્ટોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ટીમ:

 • ભારત - વિરાટ કોહલી(કપ્તાન), મહેન્દ્ર સિંહ ધોની(વિકેટકીપર), યુવરાજ સિંહ, અંજિક્ય રહાણે, લોકેશ રાહુલ, રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ, કેદાર જાધવ, ભુવનેશ્વર કુમાર, હાર્દિક પંડ્યા
 • ઇંગ્લેન્ડ - ઇયાન મોર્ગન(કપ્તાન), જેસન રૉય, જોસ બટલર(વિકેટકીપર), જેક બોલ, ક્રિસ વોક્સ, બેન સ્ટોક્સ, મોઇન અલી, સેમ બિલિંગ્સ, જોન બેયરસ્ટો, લિયામ પ્લંકેટ, ડેવિડ વિલે
English summary
Here is Live Updates from Eden Gardens Kolkata. Virat Kohli’s Indian cricket team leads the three-match series 2-0.
Please Wait while comments are loading...