For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રેકોર્ડ, ભારતે જીતી સિરીઝ, ધોનીએ રચ્યો ઇતિહાસ

ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ વિકેટ પાછળ એક નવો રેકોર્ડ બનાવ્યો છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

ભારતીય ક્રિકેટ ટીમે ત્રીજી ટી20 મેચમાં ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવીને સિરીઝ 2-1 થી જીતી છે. ઇંગ્લેન્ડ તરફ થી આપવામાં આવેલા 199 રનનો પીછો કરી રહેલી ભારતીય ટીમે ત્રણ વિકેટ ગુમાવીને 201 રન બનાવ્યા. ભારત તરફથી રોહિત શર્માએ શાનદાર શતક નોંધાવી. પરંતુ તે પહેલા ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ વિકેટ પાછળ એક નવો રેકોર્ડ બનાવ્યો છે.

mahendra singh dhoni

એક દિવસ પહેલા પોતાનો 37મોં જન્મદિવસ ઉજવનાર મહેન્દ્ર સિંહ ધોની ઘ્વારા ઇંગ્લેન્ડ વિરુદ્ધ રમાઈ રહેલી ત્રીજી ટી20 મેચમાં 2 રેકોર્ડ બનાવવામાં આવ્યા છે. ધોનીએ પહેલા કેચ પકડવાનો અર્ધ શતક પૂરો કર્યો. ત્યારપછી તેમને કોઈ એક ટી20 મેચમાં 5 કેચ પકડવાનો રેકોર્ડ કર્યો, જેમાં કોઈ પણ સ્ટેમ્પિંગ શામિલ નથી.

કોઈ પણ ઇન્ટરનેશનલ ટી20 મેચમાં આવું કરનાર ધોની પહેલા વિકેટકીપર બની ચુક્યા છે. આ પહેલા અફઘાનિસ્તાન વિકેટકીપર મોહમ્મદ શાહઝાદે વર્ષ 2015 દરમિયાન ઓમાન સામે 5 શિકાર કર્યા હતા. પરંતુ તેમાં ત્રણ કેચ અને બે સ્ટેમ્પિંગ શામિલ હતા.

તેની સાથે મહેન્દ્ર સિંહ ધોની ટી20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 50 કેચ પકડનાર પહેલા વિકેટકીપર બની ચુક્યા છે. તેમને આ ઉપલબ્ધી તેમની 93મી ટી20 મેચમાં મેળવી છે. એક વિકેટકીપર તરીકે મહેન્દ્ર સિંહ ધોની ઘ્વારા ટી20 મેચમાં કુલ 83 શિકાર કરવામાં આવ્યા છે, જેમાં 50 કેચ અને 33 સ્ટેમ્પિંગ શામિલ છે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
India Vs England 3rd T20: MS Dhoni becomes 1st wicket keeper to 5 catches
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X