india vs england 5th test: ભારતની શાનદાર જીત, 4-1 થી જીતી સીરિઝ

india vs england 5th test: ભારતીય ટીમે ધર્મશાળા ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડને હરાવ્યું છે. મેચના ત્રીજા દિવસે ટીમ ઇંન્ડિયાએ ઇંગ્લેન્ડને એક ઇનિંગ અને 64 રનથી હરાવ્યું છે. આ સાથે સીરિઝ પણ 4-1 થી પોતાના નામે કરી લીધી હતી. ઇંગ્લેન્ડના જો રૂટ ક્રિઝ પર ટકેલા રહ્યા હતા.

ઈંગ્લેન્ડની ટીમ ભારતીય ટીમની સામે પત્તાના પોટલાની જેમ વિખેરાઈ ગઈ હતી. રૂટ છેલ્લા બેટ્સમેન તરીકે આઉટ થયો હતો. રૂટના બેટમાંથી 64 રનની ઇનિંગ આવી હતી. અન્ય તમામ બેટ્સમેનો ફ્લોપ સાબિત થયા હતા. બીજા દાવમાં ઈંગ્લેન્ડની આખી ટીમ 195 રનના કુલ સ્કોર સાથે સમેટાઈ ગઈ હતી.

india vs england 5th test

રવિચંદ્રન અશ્વિને પોતાની 100મી ટેસ્ટ મેચ રમીને હલચલ મચાવી દીધી હતી. અશ્વિને બીજી ઇનિંગમાં 5 વિકેટ ઝડપી હતી, અને મેચમાં કુલ 9 વિકેટ લીધી હતી. બીજી ઇનિંગમાં ભારત તરફથી કુલદીપ યાદવ અને જસપ્રિત બુમરાહે 2-2 વિકેટ લીધી હતી, અને જાડેજાને મેચ મળી હતી. જો રૂટે 84 રનની ઇનિંગ રમી હતી.

આ પહેલા ભારતીય ટીમ પ્રથમ દાવમાં 477 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. ટીમ ઈન્ડિયાએ પ્રથમ દાવના આધારે 259 રનની કમાન્ડિંગ લીડ લીધી હતી, અને ઈંગ્લેન્ડ પર દબાણ બનાવવું નિશ્ચિત હતું. ઈંગ્લેન્ડ તરફથી બશીરે 5 વિકેટ લીધી હતી. એન્ડરસને શાનદાર સિદ્ધિ મેળવી હતી. એન્ડરસન 700 ટેસ્ટ વિકેટ લેનારો વિશ્વનો એકમાત્ર ઝડપી બોલર બન્યો છે.

ઈંગ્લેન્ડે પ્રથમ દાવમાં 218 રન બનાવ્યા હતા, ભારત તરફથી કુલદીપ યાદવે કુલ 5 વિકેટ લીધી હતી. જવાબમાં રમતા ભારત તરફથી કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગિલે સદી ફટકારી અને ટીમ ઈન્ડિયાએ 477 રન બનાવ્યા હતા. ભારત માટે ડેબ્યૂ કરનાર દેવદત્ત પડિકલે ફિફ્ટી ફટકારી હતી. સરફરાઝ અને યશસ્વી જયસ્વાલે અડધી સદીની ઇનિંગ્સ રમી હતી. અહીંથી ઇંગ્લેન્ડ માટે કાર્ય મુશ્કેલ હતું. પ્રથમ ટેસ્ટ હાર્યા બાદ ભારતે સતત ચાર ટેસ્ટ જીતીને સીરિઝ જીતી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X