For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વર્લ્ડ કપ 2019: ભારત-પાકિસ્તાન મેચમાં સટ્ટા બજાર ગરમ, જાણો કોણ જીતી રહ્યું છે

વર્લ્ડ કપ 2019: ભારત-પાકિસ્તાન મેચમાં સટ્ટા બજાર ગરમ, જાણો કોણ જીતી રહ્યું છે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ક્રિકેટ વર્લ્ડ કપનો જોશ સમગ્ર વિશ્વમાં છવાયેલો છે. ક્રિકેટ મેચને લઈ યુવાઓથી લઈ વૃદ્ધો સુધીની સૌની નજર 16મી તારીખે રમાનાર ભારત અને પાકિસ્તાન મેચ પર છે. ભારત જીતશે કે પાકિસ્તાન? છેલ્લા કેટલાક સમયથી દેશની જનતા અને સટ્ટાબજારમાં આ અંગે કયાસ લગાવવામાં આવી રહ્યા છે. ત્યારે સટ્ટાબજારમાં સટોળિયાઓએ ભારત-પાકિસ્તાન મેચ પર લગાવેલ ભાવ મુજબ કોણ જીતશે તે જાણવા સૌ આતુર છે.

સટ્ટા બજાર મુજબ કોણ જીતશે?

સટ્ટા બજાર મુજબ કોણ જીતશે?

વર્લ્ડ કપ શરૂ થતા જ સટ્ટા બજારનો માહોલ બદલાય જાય ચે. સટ્ટા વેપારીઓએ પોતપોતાના ભાવ ખોલી દીધા છે અને એવામાં સટ્ટો જોરથી લગાવાઈ રહ્યો છે અને આ સટ્ટા બજારમાં કાલે રમાનાર ભારત-પાકિસ્તાન મેચમાં ભારતની જીતની સંભાવના જતાવવામાં આવી રહી છે. સટ્ટા બજારમાં કાલે રમાનાર મેચમાં ભારત તરફથી જે રેટ ખુલ્યા છે તે 42 રૂપિયા જ્યારે પાકિસ્તાનની જીત પર સટ્ટા બજારમાં 45 રૂપિયાના ભાવ ખુલ્યા છે. આ ભાવ આવ્યા બાદ સટ્ટા બજારે સંભાવના જતાવી કે ભારતની જીત પાક્કી જ છે. સટોળિયાઓ મુજબ જે ટીમ પહેલા બેટિંગ કરશે તેણે ઓછામાં ઓછા 330 રનતો બનાવવા જ પડશે ત્યારે જ જીત નકકી થશે.

2000 કરોડનો સટ્ટો લાગ્યો

2000 કરોડનો સટ્ટો લાગ્યો

અત્યાર સુધીમાં માત્ર આ એક મેચમાં જ 2000 કરોડ રૂપિયાનો સટ્ટો લાગી ચૂક્યો છે. જે મેચના દિવસે 3 હજાર કરોડ સુધી પહોંચી શકે છે. જ્યારે સમગ્ર વિશ્વ કપ પર 1 લાખ કરોડથી પણ વધુ સટ્ટો લાગતો હોવાનું અનુમાન છે. એટલું જ નહિ આ વખતે વરસાદને કારણે મેચ રમાશે કે નહિ તેના પર પણ કરોડો રૂપિયા લાગ્યા છે.

વર્લ્ડ કપના દાવેદારોનો ભાવ આ પ્રમાણે છે

વર્લ્ડ કપના દાવેદારોનો ભાવ આ પ્રમાણે છે

ઈંગ્લેન્ડ- 2.35 પૈસા, ભારત- 2.60 પૈસા, ઓસ્ટ્રેલિયા- 3.70 પૈસા, ન્યૂઝીલેન્ડ- 9.0 પૈસા. એટલે કે ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, ભારત અને ન્યૂઝીલેન્ડ સેમી ફાઈનલમાં આવે તેવી સટ્ટા બજારમાં ઉમ્મીદ છે. સમગ્ર વર્લ્ડ કપની કુલ 45 મેચમાં 90 હજાર કરોડનો સટ્ટો લાગ્યો હોવાનું અનુમાન છે જ્યારે બે સેમિફાઈનલ અને એક ફાઈનલ પર 20,000 કરોડ રૂપિયાનો સટ્ટો લાગ્યો હોવાનું અનુમાન છે. આવી રીતે આખા વિશ્વ કપ પર કુલ 1.10 લાખ કરોડ સુધીની રકમ દાવ પર લાગી હોવાનો અંદાજ છે.

શું વસીમ અકરમે પહેલા જ માની લીધી પાકિસ્તાનની હાર?શું વસીમ અકરમે પહેલા જ માની લીધી પાકિસ્તાનની હાર?

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
India vs Pakista: who is winning match as per the satta bazaar, check out here
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X