T20 World Cup 2026: આજે ભારત-પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો, જાણો કોનું પલ્લું ભારે
T20 World Cup 2026: ક્રિકેટ પ્રેમીઓ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે દિવસ આવી ગયો છે. ICC T20 વર્લ્ડ કપ 2026ની સૌથી મોટી અને હાઈ-વોલ્ટેજ મેચ આજે રમાવા જઈ રહી છે. કટ્ટર હરીફ ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ 28મી મેચમાં મેદાન પર રસાકસી જોવા મળશે.

મેચ પહેલાનો વિવાદ અને પૃષ્ઠભૂમિ
આ મેચ ટૂર્નામેન્ટ શરૂ થયા પહેલા જ ચર્ચામાં રહી હતી. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા મેચ રમવા બાબતે પહેલા આનાકાની કરવામાં આવી હતી, પરંતુ ICCના કડક વલણ બાદ પાકિસ્તાન સરકારે અંતે ભારત સામે રમવાની મંજૂરી આપી હતી. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે એશિયન કપની ફાઇનલમાં સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળ ભારતે સલમાન આગાની પાકિસ્તાની ટીમને હરાવીને ટાઇટલ જીત્યું હતું.
ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર: અભિષેક શર્માની વાપસી
કેપ્ટન સૂર્યકુમાર યાદવે મેચ પૂર્વે સંકેત આપ્યા છે કે સ્ટાર ઓપનર અભિષેક શર્મા હવે સંપૂર્ણ ફિટ છે. અગાઉ નામિબિયા સામેની મેચમાં પેટના ઇન્ફેક્શનને કારણે તે રમી શક્યો નહોતો અને તેની જગ્યાએ રમનાર સંજુ સેમસન ફ્લોપ રહ્યો હતો. હવે અભિષેકની વાપસીથી ભારતીય બેટિંગ લાઇન-અપ વધુ મજબૂત બની છે, જે પાકિસ્તાની બોલરો માટે મુશ્કેલી ઉભી કરી શકે છે.
આંકડામાં કોણ છે શક્તિશાળી?
T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ઈતિહાસ પર નજર કરીએ તો ભારતનો દબદબો સ્પષ્ટ દેખાય છે:
- કુલ T20 મેચ: 16
- ભારતની જીત: 13
- પાકિસ્તાનની જીત: 03
- તટસ્થ સ્થળ પર રેકોર્ડ: અત્યાર સુધી તટસ્થ સ્થળોએ 13 મેચ રમાઈ છે, જેમાં ભારતે 11 માં જીત મેળવી છે, જ્યારે પાકિસ્તાન માત્ર 2 વાર જ જીત્યું છે.
ભારત-પાકિસ્તાનનો હેડ-ટુ-હેડ રેકોર્ડ શું છે?
T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં પાકિસ્તાન સામે ભારતનો રેકોર્ડ અત્યંત શાનદાર છે. અત્યાર સુધી રમાયેલી 8 મેચોમાંથી ભારતે 7 વખત પાકિસ્તાનને ધૂળ ચટાડી છે. પાકિસ્તાનને માત્ર 2021ના વર્લ્ડ કપમાં જ એક જીત મળી હતી. આ આંકડા જોતા 15 ફેબ્રુઆરીની આ મેચમાં પણ ટીમ ઈન્ડિયા જીતની પ્રબળ દાવેદાર માનવામાં આવે છે.
બંને ટીમોના સંભવિત સ્ક્વોડ
ભારતીય ટીમ:
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, તિલક વર્મા, સંજુ સેમસન, શિવમ દુબે, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, અર્શદીપ સિંહ, જસપ્રિત બુમરાહ, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવ અને મોહમ્મદ સિરાજ.
પાકિસ્તાન ટીમ:
સલમાન આગા (કેપ્ટન), બાબર આઝમ, અબરાર અહેમદ, ફહીમ અશરફ, ફખર જમાન, ખ્વાજા નાફે (વિકેટકીપર), મોહમ્મદ નવાઝ, નસીમ શાહ, સાહિબજાદા ફરહાન, સૈમ અયુબ, શાહીન આફ્રિદી, શાદાબ ખાન અને ઉસ્માન ખાન.












Click it and Unblock the Notifications
