IND vs PAK, T20 World Cup: પાકિસ્તાને જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ
IND vs PAK, T20 World Cup: T20 વર્લ્ડ કપમાં આજે કોલંબોના ઐતિહાસિક આર. પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે ભારત અને પાકિસ્તાન વચ્ચે મહાસંગ્રામ ચાલી રહ્યો છે. બંને ટીમો આ મહત્વપૂર્ણ મુકાબલો જીતવા પૂરો પ્રયાસ કરશે. પાકિસ્તાનના કેપ્ટને ટોસ જીતી પ્રથમ બોલિંગ પસંદ કરી છે. ટુર્નામેન્ટમાં બંને ટીમો શાનદાર ફોર્મમાં છે; ભારતે યુએસ અને નામિબિયાને હરાવ્યા છે, જ્યારે પાકિસ્તાને પણ પોતાની બંને મેચ જીતી છે.

ટીમ ઇન્ડિયા માટે સારા સમાચાર છે કે બેટ્સમેન અભિષેક શર્માની વાપસી થઈ છે. પેટના ઇન્ફેક્શનને કારણે તે અગાઉની મેચમાં રમ્યો નહોતો. હવે તે પાકિસ્તાનના બોલરોનો સામનો કરવા સંપૂર્ણ તૈયાર છે, અને તેની ફોર્મ પણ ખૂબ સારી ચાલી રહી છે.
અભિષેક ઉપરાંત, ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને ઓપનર ઇશાન કિશન પણ ધમાકેદાર ફોર્મમાં છે. જો આ ટોચના ત્રણ બેટ્સમેનોનું બેટ આજે ચાલે, તો પાકિસ્તાનના બોલરો માટે કસોટીનો સમય હશે. બોલિંગમાં જસપ્રિત બુમરાહ, અક્ષર પટેલ અને વરુણ ચક્રવર્તી જેવા ખેલાડીઓએ પણ પોતાનું સર્વશ્રેષ્ઠ આપવું પડશે.
પાકિસ્તાન માટે સાહિબઝાદા ફરહાનની બેટિંગ પર સૌની નજર રહેશે, પણ મુખ્ય નામ તો કેપ્ટન બાબર આઝમનું છે. આજે તે કેટલી ઝડપી બેટિંગ કરશે, તે મેચનું મુખ્ય આકર્ષણ રહેશે. બોલિંગમાં શાહીન આફ્રિદી અને સ્પિનર ઉસ્માન તારિક મહત્વપૂર્ણ છે. ટીમ ઇન્ડિયા ઉસ્માનનો કેવી રીતે સામનો કરે છે તે જોવું રસપ્રદ રહેશે.
IND vs PAK: બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન
પાકિસ્તાન: સાઇમ અયુબ, સાહિબઝાદા ફરહાન, સલમાન આગા (કેપ્ટન), બાબર આઝમ, મોહમ્મદ નવાઝ, શાદબ ખાન, ફહીમ અશરફ, ઉસ્માન ખાન (વિકેટકીપર), શાહીન આફ્રિદી, અબરાર અહેમદ અને ઉસ્માન તારિક.
ભારત: અભિષેક શર્મા, ઇશાન કિશન (વિકેટકીપર), તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), હાર્દિક પંડ્યા, શિવમ દુબે, રિંકુ સિંહ, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી અને જસપ્રિત બુમરાહ.












Click it and Unblock the Notifications
