INDvSL: બીજા દિવસને અંતે શ્રીલંકા ભારતથી 446 રન પાછળ
ભારત વિ. શ્રીલંકા: 1લી ટેસ્ટ મેચ, 2જો દિવસ. સ્કોર અપડેટ.
ભારત અને શ્રીલંકા વચ્ચેની ત્રણ ટેસ્ટ મેચની સીરિઝની પહેલી મેચ બુધવારે ગાલેમાં રમાઇ હતી, આજે એટલે કે ગુરૂવારે મેચનો બીજો દિવસ હતો. મેચનો પહેલો દિવસ સંપૂર્ણપણે ભારતીય બેટ્સમેનના હકમાં રહ્યો હતો. શિખર ધવન અને ચેતેશ્વર પૂજારાએ પોતાની શાનદાર રમત દ્વારા લોકોના મન જીતી લીધાં હતા. શિખર ધવને પહેલા દિવસે 168 બોલમાં 31 ચોગ્ગાની મદદથી 190 રન બનાવ્યા હતા, તો ચેતેશ્વર પૂજારા 144 રન સાથે નોટઆઉટ હતા.

સ્કોર અપડેટ:
- બીજા દિવસના અંતે શ્રીલંકાની ટીમે 44 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 154 રન બનાવ્યા હતા
- બીજા દિવસની રમત પૂર્ણ, શ્રીલંકા ભારતથી 446 રન પાછળ
- 143ના સ્કોર પર શ્રીલંકાની પાંચમી વિકેટ સાથે અડધી ટીમ પેવેલિયનમાં પરત, ડિકવેલા આઉટ
- 126ના સ્કોર પર શ્રીલંકાની 4થી વિકેટ, 64 રન બનાવી થરંગા આઉટ
- થરંગાની અર્ધ-સદી સાથે 22 ઓવર બાદ શ્રીલંકાનો સ્કોર 90/3
- 68ના જ સ્કોર પર શ્રીલંકાની 3જી વિકેટ, મેંડિસ આઉટ
- 68ની સ્કોર પર શ્રીલંકાની બીજી વિકેટ, 16 રન બનાવી ગુનાથલિકા આઉટ
- થરંગાની શાનદાર બેટિંગ સાથે શ્રીલંકાનો સ્કોર 50ની પાર
- 7 ના સ્કોર પર બીજી જ ઓવરમાં પડી શ્રીલંકાની પહેલી વિકેટ, કરુણારત્ને આઉટ
- શ્રીલંકા તરફથી ઓપનિંગ બેટ્સમેન થરંગા અને કરુણારત્ને
- શ્રીલંકાનો દાવ, ભારત 600 પર ઓલઆઉટ
- શ્રીલંકા તરફથી નુવાન પ્રદીપે સૌથી વધુ 6 વિકેટ લીધી હતી, લાહિરૂ કુમારાએ 3 અને કપ્તાન હેરાથે 1 વિકેટ લીધી હતી
- 600ના સ્કોર પર ભારતની 10મી વિકેટ, હાર્દિક પંડ્યા આઉટ
- પોતાની ડેબ્યૂ ટેસ્ટ મેચમાં હાર્દિક પંડ્યાએ ફટકારી અર્ધસદી, 48 બોલમાં 50 રન
- 579ના સ્કોર પર ભારતની 8મી વિકેટ, જાડેજા આઉટ
- લંચ ટાઇમ સુધી ભારતનો સ્કોર હતો 503/7
- 495ના સ્કોર પર ભારતની 7મી વિકેટ, અર્ધસદી અધૂરી મૂકી આઉટ થયા અશ્વિન
- 491ના સ્કોર પર ભારતની 6ઠ્ઠી વિકેટ, સાહા આઉટ
- 432ના સ્કોર પર 5મી વિકેટ, 57 રન બનાવી રહાણે આઉટ
- 423ના સ્કોર પર ભારતની 4થી વિકેટ, 153 રન બનાવી પૂજારા આઉટ
ભારતીય ટીમ: શિખર ધવન, અભિનવ મુકુંદ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી(કપ્તાન), અજિંક્ય રહાણે, હાર્દિક પંડ્યા, રિદ્ધિમાન સાહા, રવિચંદ્રન અશ્વિન, રવીન્દ્ર જાડેજા, ઉમેશ યાદવ, મોહમ્મદ શમી
શ્રીલંકા ટીમ: દીમથ કરુણારત્ને, ઉપુલ થરંગા, કુસલ મેંડિસ, દાનુસ્કા ગુનાથિલકા, એન્જેલો મેથ્યૂઝ, એસેલા ગુણરત્ને, નિરોશન ડિકવેલ, દિલરૂવન પરેરા, રંગાના હેરાથ(કપ્તાન), લાહિરુ કુમારા, નુવાન પ્રદીપ












Click it and Unblock the Notifications
