IND vs SL: ટેસ્ટ મેચના પહેલા દિવસે ભારતનો સ્કોર 399/3
ભારત વિ. શ્રીલંકા: ટેસ્ટ મેચ સ્કોર અપડેટ.
ભારત અને શ્રીલંકા વચ્ચેની ત્રણ ટેસ્ટ મેચની સીરિઝમાં પહેલી મેચ આજે એટલે કે બુધવારના રોજ ગાલેમાં રમાઇ હતી. આઇસીસી ટેસ્ટ રેકિંગમાં ટીમ ઇન્ડિયા હાલ નં.1 પર છે. છેલ્લા થોડા સમયથી ટીમ ઇન્ડિયા ખૂબ સરસ રમી રહી છે અને આ ટેસ્ટ મેચમાં પણ વિરાટ કોહલીની સેના પોતાની વિજયગાથા ચાલુ રાખશે એવી આશા છે. જો કે, લગભગ બે વર્ષ પહેલાં આ જ સ્થળે ભારતને ભારે શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો.

સ્કોર અપડેટ્સ:
- ટેસ્ટ મેચના પહેલા દિવસે ભારતીય ટીમે 90 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 399 રન બનાવ્યા હતા
- ચેતેશ્વર પુજારા(144) અને અજિંક્ય રહાણે(39) નોટ આઉટ
- ચેતેશ્વર પુજારાની શાનદાર સદી, તેમની આ ટેસ્ટ કરિયરની 12મી સદી છે. તેમણે 174 બોલમાં 104 રન ફટકાર્યા હતા
- વિરાટ કોહલી આઉટ થતાં અજિંક્ય રહાણે ક્રિઝ પર, રહાણે અને પુજારાએ મળી સ્કોર 300ની પાર પહોંચાડ્યો
- 286ના સ્કોર પર ભારતને મોટો ફટકો પડ્યો, કપ્તાન કોહલી માત્ર 3 રન બનાવી આઉટ
- ટી બ્રેક સુધીમાં ભારતનો સ્કોર 282/2
- શિખર ધવને 190 રન ફટકાર્યા, આ તેમનો અત્યાર સુધીનો સૌથી વધુ સ્કોર છે. આ પહેલાં તેમણે ઑસ્ટ્રેલિયા વિરુદ્ધની મેચમાં 182 રન ફટકાર્યા હતા
- ભારતની બીજી વિકેટ, શિખર ધવન આઉટ
- ચોગ્ગા સાથે શિખર ધવને ફટાકરી સદી, શિખર ધવને 111 બોલમાં 16 ચોગ્ગાની મદદથી ફટકાર્યા 102 રન. ભારતનો સ્કોર 150ની પાર
- લંચ ટાઇમ સુધીમાં ભારતે 27 ઓવરમાં માત્ર 115 રન બનાવ્યા હતા
- ધવન-પૂજારાએ શાનદાર બેટિંગ કરી 100નો આંકડો વટાવ્યો
- શિખર ધવને ફટકારી અર્ધ-સદી
- અભિનવ મુકંદ આઉટ થયા બાદ ચેતેશ્વર પુજારા ક્રીઝ પર આવ્યા હતા
- 27ના સ્કોર પર ભારતની પહેલી વિકેટ, માત્ર 12 રન બનાવી આઉટ થયા મુકુંદ
- ભારતની બેટિંગ, શિખર ધવન-અભિનવ મુકુંદે કરી ઓપનિંગ
- વિરાટ કોહલીએ આપી ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને ટેસ્ટ કેપ, 289મા ખેલાડી. હાર્દિક પંડ્યાની આ પહેલી ટેસ્ટ મેચ છે.
- ભારતીય કપ્તાન વિરાટ કોહલીએ ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
ભારતીય ટીમ: શિખર ધવન, અભિનવ મુકુંદ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી(કપ્તાન), અજિંક્ય રહાણે, હાર્દિક પંડ્યા, રિદ્ધિમાન સાહા, રવિચંદ્રન અશ્વિન, રવીન્દ્ર જાડેજા, ઉમેશ યાદવ, મોહમ્મદ શમી
શ્રીલંકા ટીમ: દીમથ કરુણારત્ને, ઉપુલ થરંગા, કુસલ મેંડિસ, દાનુસ્કા ગુનાથિલકા, એન્જેલો મેથ્યૂઝ, એસેલા ગુણરત્ને, નિરોશન ડિકવેલ, દિલરૂવન પરેરા, રંગાના હેરાથ(કપ્તાન), લાહિરુ કુમારા, નુવાન પ્રદીપ
More From
-
Gold Rate Today: યુદ્ધ વચ્ચે સોનામાં મોટો ઘટાડો, 7000 રુપિયા સસ્તું, કેમ ઘટી રહ્યા છે ભાવ? જાણો લેટેસ્ટ કિંમત -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો -
Gujarat Weather: રાજ્યમાં કરા સાથે કમોસમી વરસાદની આગાહી, 80થી વધુ તાલુકામાં નોંધાયો વરસાદ -
છેલ્લા 24 કલાકમાં 121 તાલુકામાં કમોસમી વરસાદ, જાણો સૌથી વધુ ક્યાં? -
અમદાવાદના ભદ્ર ફેરીયા બજાર મુદ્દે સુપ્રીમ કોર્ટનો મહત્વનો આદેશ, જાણો શું કહ્યું કોર્ટે? -
ગુજરાતમાં હજુ માવઠાની રાહત નહીં, 22 માર્ચ પછી વધુ એક સિસ્ટમનો ખતરો -
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ કમિશનર 1 લાખની લાંચ લેતા ઝડપાયા -
અમદાવાદના મયુર ડાયકેમ સાથે જોડાયેલા સ્થળો પર ઈન્કમટેક્સના દરોડા -
Weather News: યુપી-બિહાર સહિત 8 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Rupee vs Dollar: ઈરાન-ઈઝરાયલ યુદ્ધની ભારત પર સીધી અસર! ડોલર સામે રૂપિયો ગગડ્યો, શું છે આજનો રેટ? -
ગુજરાતમાં આગામી 7 દિવસ કમોસમી વરસાદની આફત, ત્યારબાદ એપ્રિલમાં હીટવેવની આગાહી -
CSK IPL Schedule 2026: ચેન્નાઈ સુપર કિંગ્સનું શેડ્યૂલ, ફરી દેખાશે માહીનો જલવો, સેમસન પણ મચાવશે તબાહી?











Click it and Unblock the Notifications
