Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

INDvSL: ટેસ્ટ સીરિઝ પર 2-0થી ભારતનો કબજો,શ્રીલંકાને મળી માત

ભારત વિ. શ્રીલંકા: 2જી ટેસ્ટ મેચ, 4થો દિવસ. તમામ સ્કોર અપડેટ્સ વાંચો અહીં.

ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઇ રહેલ 3 ટેસ્ટ મેચ સીરિઝની 2જી મેચ કોલંબોમાં રમાઇ રહી છે, રવિવારે મેચનો ચોથો દિવસ હતો. ભારતે મેચ જીતી આ સીરિઝ પોતાને નામ કરી હતી. પહેલી ઇનિંગમાં ભારતનો સ્કોર હતો 622/9, જે પછી શ્રીલંકાએ પહેલી ઇનિંગમાં માત્ર 183 રન બનાવ્યા હતા. ભારતે શ્રીલંકાને ફોલો ઓન આપ્યું હતું, જે પછી બીજી ઇનિંગમાં શાનદાર રમતનું પ્રદર્શન કરતાં ત્રીજા દિવસના અંત સુધીમાં 2 વિકેટ ગુમાવી 209 રન બનાવ્યા હતા. શ્રીલંકા તરફથી કુસલ મેંડિસે શાનદાર સદી ફટકારી હતી. 110 રન બનાવ્યા બાદ મેંડિસ આઉટ થયા હતા, આ વિકેટ પંડ્યાએ લીધી હતી. આ પહેલાં ઉમેશ યાદવે ઉપલ થરંગાને બોલ્ડ આઉટ કર્યા હતા.

ind vs sl

સ્કોર અપડેટ્સ:

  • શ્રીલંકાને 53 રનથી હરાવી ભારતે 2-0થી આ સીરિઝ પર કબજો જમાવ્યો, આ સાથે જ ભારતે સતત 8મી ટેસ્ટ પર કબજો જમાવ્યો છે.
  • શ્રીલંકાએ પહેલી ઇનિંગમાં 183 અને બીજી ઇનિંગમાં 386 રન બનાવ્યા હતા
  • ભારત તરફથી સૌથી વધુ 10 વિકેટ રવિન્દર જાડેજાએ લીધા હતા
  • શ્રીલંકાની 10મી વિકેટ, પ્રદીપે અશ્વિને આઉટ કર્યા
  • 384ના સ્કોર પર પંડ્યાએ શ્રીલંકાની 9મી વિકેટ લીધી હતી
  • 342ના સ્કોર પર શ્રીલંકાની 8મી વિકેટ, 17 રન બનાવી ડિસિલ્વા આઉટ, જાડેજાની આ 5 વિકેટ હતી
  • શ્રીલંકાની 7મી વિકેટ, પરેરા આઉટ
  • શ્રીલંકાની 6ઠ્ઠી વિકેટ, 36 રન બનાવી મેથ્યુઝ આઉટ
  • 310ના સ્કોર પર શ્રીલંકાની 5મી વિકેટ, 141 રન બનાવી દિમુથ આઉટ
  • લંચ બ્રેક સુધીમાં શ્રીલંકાનો સ્કોર 302/4
  • મેથ્યૂઝ-દિમુથની શાનદાર બેટિંગ અને શ્રીલંકાનો સ્કોર 300ની પાર
  • 241ના સ્કોર પર શ્રીલંકાની 4થી વિકેટ, કપ્તાન ચાંડીમલ આઉટ, આ વિકેટ જાડેજાએ લીધી હતી
  • 238ના સ્કોર પર શ્રીલંકાની 3જી વિકેટ, અશ્વિને પુષ્પકુમારાને કર્યા બોલ્ડ
  • દિમુથની શાનદાર બેટિંગ, તેમણે કરિયરની 6ઠ્ઠી સદી ફટકારી
  • ચોથા દિવસની રમત શરૂ, દિમુથ કરુણારત્ને 92 અને પુષ્પકુમારા 2 રન સાથે ક્રીઝ પર હાજર
  • ત્રીજા દિવસને અંતે 209/2 સ્કોર સાથે શ્રીલંકાની ટીમ ભારતથી 230 રન પાછળ હતી

મુખ્ય મુદ્દાઓ:

  • ભારતે શ્રીલંકાને ફોલો ઓન આપ્યું
  • પહેલી ઇનિંગમાં 183ના સ્કોર પર ઓલ આઉટ થઇ શ્રીલંકાની ટીમ, ભારતથી 439 રન પાછળ
  • પહેલી ઇનિંગમાં ભારતનો સ્કોર હતો 622/9
  • ભારતીય કપ્તાન વિરાટ કોહલીએ ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો

ભારતીય ટીમ(પ્લેઇંગ ઇલેવન): શિખર ધવન, કે.એલ.રાહુલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી(કપ્તાન), અજિંક્ય રહાણે, હાર્દિક પંડ્યા, રિદ્ધિમાન સાહા,(વિકેટ કીપર), રવિચંદ્રન અશ્વિન, રવીન્દ્ર જાડેજા, ઉમેશ યાદવ, મહમ્મદ શમી

શ્રીલંકા ટીમ(પ્લેઇંગ ઇલેવન): દિમૂથ કરુણારત્ને, ઉપુલ થરંગા, કુસલ મેંડિસ, ધનંજય ડીસિલ્વા, દિનેશ ચાંડીમલ(કપ્તાન), એન્જેલો મેથ્યૂઝ, નિરોશન ડિક્વેલા(વિકેટ કીપર), રંગના હેરાથ, દિલરુવાન પરેરા, મલિંડા પુષ્પાકુમારા, નુવાન પ્રદીપ

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X