સૌથી વધુ ફિફ્ટી લગાવી, 15 હજારી ક્લબમાં જોડાયો વિરાટ

Written By:
Subscribe to Oneindia News

ભારત અને શ્રીલંકાની વચ્ચે રમાયેલી ટી20 મેચમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ એક મોટી ઉપલબ્ધિ મેળવી છે. કોહલીએ પોતાના નામ પર એક મોટો રેકોર્ડ સ્થાપ્યો છે. ભારતીય ટીમ આ વખતે શ્રીલંકા સામેની તમામ મેચ એક પછી એક જીતી છે. પહેલા ભારતે શ્રીલંકાને ટેસ્ટ સીરિઝમાં 3-0થી હરવ્યા. અને હવે ટી 20ની મેચમાં પણ ભારતની શાનદાર જીત થઇ છે. ટી 20 મેચમાં ભારતે શ્રીલંકાને 7 વિકેટથી હરાવ્યું છે. આ મેચમાં વિરાટ કોહલીએ સૌથી વધુ 82 રન બનાવ્યા છે. આ સાથે જ વિરાટ કોહલી આંતરાષ્ટ્રીય ક્રિકેટમાં 15 હજાર રન બનાવનાર પહેલા ખેલાડી બની ગયા છે. શ્રીલંકા વિરુધ્ધ 7 રન બનાવીને જ કોહલીએ ક્રિકેટના તમામ ફોર્મેટમાં 15000 રન પૂરા કરી લીધા હતા.

cricket

આ સાથે જ કોહલી ભારતની તરફથી તમામ ફોર્મેટમાં 15 હજાર રન બનાવનાર સાતમાં ખેલાડી બની ગયા છે. કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાં 4658 રન બનાવ્યા છે. અને વન ડેમાં 8587 રન બનાવ્યા છે. જ્યારે ટી20માં 1830 બનાવ્યા છે. આ સિવાય કોહલીએ ભારત-શ્રીલંકા વચ્ચે થયેલી મેચમાં અર્ધશતક લગાવીને સૌથી વધુ અડધી સદી ફટકારનાર ખેલાડી બની ગયા છે. પહેલા આ રેકોર્ડ શ્રીલંકાના કુમાર સંગકારાની નામ પર હતો. એટલું જ નહીં કોહલી શ્રીલંકાની વિરુદ્ઘ પણ સૌથી વધુ અડધી સદી કરનાર ખેલાડી પણ બની ગયા છે. આ પહેલા આ રેકોર્ડ પાકિસ્તાની ખેલાડી શાહિદ આફ્રિદી પાસે હતો.

English summary
india vs sri lanka virat kohli crossed 15 000 runs international cricket

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.