હરભજન અને ગીતાએ યાટ પર મનાવ્યુ નવુ વર્ષ

Subscribe to Oneindia News

ટીમ ઇંડિયાના સ્ટાર સ્પીનર રહી ચૂકેલા હરભજન સિંહ અને તેની પત્ની અભિનેત્રી ગીતા બસરાએ યાટ (સફેદ જહાજ) પર ન્યૂયર મનાવ્યુ. ગીતાએ નવા વર્ષની તસવીરો ઇંસ્ટાગ્રામ પર શેર કરી છે જેમાં તે અને ભજ્જી બંને ખૂબ મસ્તી કરી રહ્યા છે.

bhajji

તમને જણાવી દ ઇએ કે 9 વર્ષના લાંબા અફેર બાદ હરભજન સિંહ અને અભિનેત્રી ગીતા બસરાએ વર્ષ 2015 ના ઓક્ટોબરમાં લગ્ન કર્યા હતા અને તે ગયા વર્ષે એક દીકરીના પિતા બન્યા છે. દીકરીનું નામ હિનાયા હીર છે. હાલમાં જ 6 મહિનાની દીકરી હિનાયા સોશિયલ મીડિયા પર ઘણી વાઇરલ થઇ હતી. હિનાયા પોતાના મમ્મી-પપ્પા સાથે ગોલ્ડન ટેમ્પલમાં માથુ ટેકવવા ગઇ હતી.

હિનાયાનો જન્મ લંડનમાં થયો છે. હાલમાં જ ગીતા પોતાની દીકરી સાથે ભારત પાછી આવી હતી. ગીતાનો આખો પરિવાર લંડનમાં સેટલ છે અને હિનાયાના જન્મ પહેલા ગીતા પોતાના મમ્મી-પપ્પા પાસે લંડનમાં જ હતી.

English summary
Indian cricketer Harbhajan Singh kicked in New Year’s in style alongside his wife Geeta Basra.
Please Wait while comments are loading...