Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Indian Team for Sri Lanka Tour : શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત, આ ખેલાડીને કમાન સોંપાઈ

Indian Team for Sri Lanka Tour: શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવાઈ છે. કેપ્ટનશિપને લઈને વિવાદોના અહેવાલો વચ્ચે સુર્યકુમાર યાદવને t20 ટીમની કેપ્ટનશિપ સોંપી દેવાઈ છે.

ત્રણ વનડે અને 3 T20 મેચોની શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય ટીમમાં વનડે શ્રેણી માટે રોહિત શર્મા, વિરાટ કોહલી જેવા દિગ્ગજ ખેલાડીઓનો સમાવેશ કરાયો છે.

Indian Team for Sri Lanka Tour

બીજી તરફ ટી-20 સિરીઝ માટે સૂર્યકુમાર યાદવને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ટી20 ટીમમાં હાર્દિક પંડ્યાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

રસપ્રદ વાત એ છે કે શુભમન ગીલને t20માં વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. શ્રેયસ ઐયરની વાપસી થઈ છે અને રિયાન પરાગનો વનડેમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

આ ટીમમાં શુભમન ગિલને T20 અને ODI બંને માટે વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આનો અર્થ એ થયો કે ગીલને ભવિષ્યની યોજનાઓમાં કેપ્ટનશિપ માટે તૈયાર કરવામાં આવી રહ્યોં છે. હાર્દિક પંડ્યાનો વનડે ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો નથી.

ભારતની T20 ટીમ
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, રિંકુ સિંહ, રિયાન પરાગ, ઋષભ પંત (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, ખલીલ અહેમદ, મોહમ્મદ સિરાજ

ભારતની ODI ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગીલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, કેએલ રાહુલ (વિકેટકીપર), રિષભ પંત (વિકેટકીપર), શ્રેયસ અય્યર, શિવમ દુબે, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, રાયન પરાગ, અક્ષર પટેલ, ખલીલ અહેમદ, હર્ષિત રાણા

જણાવી દઈએ કે, હાર્દિક પંડ્યાએ પોતાને ODI શ્રેણીમાંથી બાકાત રાખવા કહ્યું હતુ. આ કારણોસર તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી. શ્રેયસ ઐયરની વાપસી ટીમ ઈન્ડિયાને અનુભવ અને તાકાત આપશે. અય્યરને હવે વાર્ષિક કોન્ટ્રાક્ટ પણ મળશે.

રણજી ટ્રોફીમાં ન રમવા બદલ અય્યરને કરારમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. હવે તેના માટે બધું બરાબર ચાલી રહ્યું છે. ભારતીય ટીમ 27 જુલાઈએ શ્રીલંકા પ્રવાસ પર પ્રથમ T20 મેચ રમશે.

બીજી T20 મેચ 28મીએ અને ત્રીજી મેચ 30મી જુલાઈએ રમાશે. વનડે શ્રેણીની પ્રથમ મેચ 2 ઓગસ્ટે રમાશે. બીજી મેચ 4ઠ્ઠી અને ફાઈનલ મેચ 7મી ઓગસ્ટે રમાશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X