For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતીય ક્રિકેટ ટીમ પર થઇ શકે છે આતંકી હુમલો, કોહલી છે નિશાનો

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ત્રણ ટી-20 મેચની શ્રેણી 3 નવેમ્બરથી શરૂ થવા જઈ રહી છે.

|
Google Oneindia Gujarati News

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ત્રણ ટી-20 મેચની શ્રેણી 3 નવેમ્બરથી શરૂ થવા જઈ રહી છે. પરંતુ આ પહેલા સમાચાર આવ્યા છેકે ભારતીય ટીમ પર આતંકવાદી હુમલો થઈ શકે છે. રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) દ્વારા દિલ્હી પોલીસને આ માહિતી આપવામાં આવી છે. એનઆઈએએ દિલ્હી પોલીસને બાંગ્લાદેશ સામેની ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચ પહેલા ભારતીય ક્રિકેટ ટીમની સુરક્ષા વધારવા જણાવ્યું છે. ટી -20 શ્રેણી બાદ ભારતે પણ 2 ટેસ્ટ સિરીઝ રમવાની છે. શ્રેણીની પહેલી મેચ અરૂણ જેટલી સ્ટેડિયમ, દિલ્હી ખાતે રમાશે.

કોહલી સહિત ઘણા નેતાઓ છે નિશાના પર

કોહલી સહિત ઘણા નેતાઓ છે નિશાના પર

ખુફીયા દસ્તાવેજો અનુસાર, ઓલ ઈન્ડિયા લશ્કર-એ-તૈયબા નામનું આતંકવાદી સંગઠન દેશમાં મોટા આતંકી હુમલાની યોજના ઘડી રહ્યું છે. આતંકવાદી સંગઠને ધમકી આપી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિવાય ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને અરૂણ જેટલી સ્ટેડિયમમાં હાજર અન્ય રાજકારણીઓને નિશાન બનાવી શકે છે. જોકે કોહલી ટી-20 શ્રેણીમાંથી બહાર છે. આ સંગઠને એક હિટલિસ્ટ તૈયાર કરી છે જે એનઆઈએને મોકલવામાં આવી છે. આ યાદીમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલલ, સંઘના ડાયરેક્ટર મોહન ભાગવત, રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ, ભાજપ મહામંત્રી રામ માધવ અને ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીના નામ પણ શામેલ છે.

સુરક્ષા માટે સતર્ક થઇ પોલીસ

સુરક્ષા માટે સતર્ક થઇ પોલીસ

આ પત્રની વિશ્વસનીયતા અંગે કેટલીક શંકાઓ છે, પરંતુ સુરક્ષા એજન્સીઓ કોઈ પણ પ્રકારનો ખતરો ઉઠાવવા માંગતી નથી અને મેદાન અને ખેલાડીઓની મજબુત સુરક્ષા રાખવા માટે સંપૂર્ણ વ્યવસ્થા કરી રહી છે. બાંગ્લાદેશ સામેની શ્રેણીમાં ભારતીય ટીમને હોટફેવરીટ માનવામાં આવે છે. ભારતીય ટીમે તાજેતરમાં જ ટેસ્ટ સિરીઝમાં દક્ષિણ આફ્રિકાને 3-0થી હરાવી હતી. આ જીત બાદ ભારતીય ટીમનો હોંસલામાં વધારો થયો છે. નિયમિત કેપ્ટન વિરાટ કોહલી આ શ્રેણીમાં ટીમ સાથે રહેશે નહીં અને રોહિત શર્મા ટીમનું નેતૃત્વ કરશે. રોહિતે દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણીમાં 500 થી વધુ રન બનાવ્યા હતા.

સતત રમી રહ્યો હતો કોહલી

સતત રમી રહ્યો હતો કોહલી

પસંદગીકારોએ લાંબા સમયથી ટી 20 શ્રેણી માટે સતત મેચ રમતા કેપ્ટન વિરાટ કોહલીને આરામ આપ્યો છે. વિરાટ કોહલીએ છેલ્લે ફેબ્રુઆરીમાં વિરામ લીધો હતો. ભારતીય ટીમે ઓક્ટોબર 2018 થી તમામ ફોર્મેટમાં 56 મેચ રમી છે, જેમાંથી વિરાટ કોહલી 48 મેચમાં રમ્યો છે. સંજુ સેમસન અને શિવમ દુબેને ટી-20 સિરીઝ માટે પસંદ કરવામાં આવેલી ટીમમાં પ્રથમ વખત સામેલ કરવામાં આવ્યા છે. ભારત-બાંગ્લાદેશ શ્રેણી માટે રોમાંચથી ભરપુર હશે. ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પણ બાંગ્લાદેશ સામેની શ્રેણીમાં ટીમનો ભાગ નથી.

આ પણ વાંચો: ક્રિકેટમાંથી આરામ બાદ કોહલીએ શેર કર્યો અનુષ્કા સાથે સુંદર લોકેશનનો ફોટો

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
indian team is under threat of terrorist attack captain virat kohli is on target
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X