For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IND v/s NZ: શું આ વખતે ટી20માં રેકોર્ડ સુધારી શકશે ભારતીય ટીમ?

IND v/s NZ: શું આ વખતે ટી20માં રેકોર્ડ સુધારી શકશે ભારત?

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ભારતીય ટીમ 6 ફેબ્રુઆરીથી વેસ્ટપેક મેદાન પર પોતાના ટી20 અભિયાનની શરૂઆત કરવા ઉતરશે. વેલિંગ્ટનના આ મેદાન પર રમવાની સાથે ટીમ ઈન્ડિયા કીવીલેન્ડમાં પોતાનો રેકોર્ડ સુધારવાના ઈરાદે ઉતરશે. હાલમાં જ કીવી ટીમને વનડે સીરિઝમાં 4-1થી માત આપનાર ભારતીય ટીમનો ટી20 રેકોર્ડ બ્લેક કેપ્સના દેશમાં કંઈ ખાસ નથી. એવામાં રોહિત શર્માની આગેવાનીમાં શાનદાર ફોર્મમાં ચાલી રહેલ ભારતીય ટીમ પાસે સોનેરી મોકો છે.

india vs new zealand

જણાવી દઈએ કે અગાઉ ન્યૂઝિલેન્ડ વિરુદ્ધ તેમની ધરતી પર કોઈ દ્વિપક્ષીય ટી20 નથી જીત્યા. ભારતે 2008-09માં અહીં રમાયેલ ટી20 સીરિઝ 2-0થી ગુમાવી દીધી હતી. જે બાદ 2012માં બે મેચની સીરિઝ પણ 1-0થી ગુમાવી દીધી, જો કે બાદમાં ભારતે પોતાની ધરતી પર 2017-19માં 2-1થી કીવિઓને માત આપી દીધી હતી. ભારતને વનડે સીરિઝમાં પરેશાન કરનાર ટ્રેન્ટ બોલ્ટને આ વખતે ટી20 સીરિઝમાંથી આરામ આપવામાં આવ્યો છે. વિરાટ કોહલીની ગેરહાજરી છતાં જેવી રીતે ટીમ ઈન્ડિયાએ પોતીની અંતિમ મેચ ન્યૂઝીલેન્ડમાં જીતી લીધી હતી તેનાથી ટીમના ફોર્મનો અંદાજો લગાવી શકાય છે.

આ ઉપરાંત ઋષભ પંતની ટીમમાં વાપસીથી ભારત વધુ મજબૂત થયું છે. જ્યારે કીવી ટીમના ટી20 ફોર્મેટના સૌથી પ્રમુખ બેટ્સમેન માર્ટિન ગુપ્ટિલ ઈજાગ્રસ્ત થવાથી પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા નહિ મેળવી શકે. એવામાં ભારતીય ટીમ પાસે કીવિઓને તેમની જ ધરતી પર ધૂળ ચટાવવાનો શ્રેષ્ઠ મોકો છે. જો કે રોહિત શર્મા જાણે છે કે કીવિઓને તેમની ધરતી પર ઓછા આંકવાની ભૂલ ભારત ન કરી શકે. પરંતુ ભારતીય ટીમ અહીં પર આગામી વિશ્વકપને ધ્યાનમાં રાખી થોડા મહત્વના ફેસલા લઈ શકે છે. કોહલીની ગેરહાજરીમાં ખાસ કરીને દિનેશ કાર્તિકના બેટિંગ ઓર્ડર પર નજર રહેશે. કાર્તિક પાસેથી ટીમને મેચ ફિનિશરની ભૂમિકામાં ખરા ઉતરવાની અપેક્ષા રહેશે.

આ પણ વાંચો- હવે ચીનની ચોરી નહીં ચાલે: ડોનાલ્ડ ટ્રમ્પ

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
INDvs NZ, Wellington T-20: will india create this record on kiwi's land?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X