INDvsNZ: શુભમન ગીલે ફટકાર્યુ કરીયરનુ પહેલુ બેવડુ સતક, ન્યુઝીલેન્ડને મળ્યુ 350 રનનુ લક્ષ્ય
શુભમન ગીલની વાત કરીયે તો તેમણે 149 બોલમાં 208 રન બનાવીને આઉટ થયો હતો. તેણે પોતાની ઇનિંગ દરમિયાન 19 ચોગ્ગા અને 9 છગ્ગા ફટકાર્યા હતા. ટીમ ઈન્ડિયાએ 50 ઓવરમાં 8 વિકેટે 349 રન બનાવ્યા હતા.
ભારત અને ન્યુઝીલેન્ડ (IND vs NZ) વચ્ચેની ત્રણ મેચની ODI શ્રેણીની પ્રથમ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. શુભમન ગિલે શાનદાર બેવડી સદી ફટકારી હતી. ટીમ ઈન્ડિયાએ 50 ઓવરમાં 8 વિકેટે 349 રન બનાવ્યા હતા. ન્યુઝીલેન્ડને 350 રનનો ટાર્ગેટ મળ્યો હતો.

ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ 11 વિશે વાત કરીએ તો હાર્દિક પંડ્યા અને શાર્દુલ ઠાકુર પરત ફર્યા છે. આ સાથે જ સૂર્યકુમાર યાદવ અને ઈશાન કિશનને પણ તક મળી છે. રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમે શ્રીલંકાને 3-0થી વ્હાઇટવોશ કરીને વર્ષ 2023ની શાનદાર શરૂઆત કરી હતી. ટીમ આ લયને જાળવી રાખવા માંગશે.
શુભમન ગીલની વાત કરીયે તો તેમણે 149 બોલમાં 208 રન બનાવીને આઉટ થયો હતો. તેણે પોતાની ઇનિંગ દરમિયાન 19 ચોગ્ગા અને 9 છગ્ગા ફટકાર્યા હતા. ટીમ ઈન્ડિયાએ 50 ઓવરમાં 8 વિકેટે 349 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડને જીતવા માટે 350 રનનો ટાર્ગેટ મળ્યો હતો. કુલદીપ યાદવ 5 અને મોહમ્મદ શમી 2 રન બનાવીને અણનમ રહ્યાં હતા.












Click it and Unblock the Notifications
