ઇન્ઝમામ ઉલ હકને આવ્યો હાર્ટ એટેક, એન્જીયોપ્લાસ્ટી બાદ ડોકટર્સની દેખરેખ હેઠળ
પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન ઇન્ઝમાન ઉલ હકની તેમના હૃદયની એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી છે. હાલ ક્રિકેટ એનાલિસ્ટ તરીકે સક્રિય ઇન્ઝમામ તેમના સમયમાં પાકિસ્તાનના મહાન બેટ્સમેન રહ્યા છે.
પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન ઇન્ઝમાન ઉલ હકની તેમના હૃદયની એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી છે. હાલ ક્રિકેટ એનાલિસ્ટ તરીકે સક્રિય ઇન્ઝમામ તેમના સમયમાં પાકિસ્તાનના મહાન બેટ્સમેન રહ્યા છે અને સોમવારના રોજ તેમને હાર્ટ એટેક આવ્યા બાદ એન્જિયોપ્લાસ્ટી કરાવવી પડી હતી. ઇન્ઝમામની સર્જરી સફળ રહી હતી અને ડોક્ટર્સની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે, હાલ તેમની હાલત સ્થિર સ્થિતિમાં છે.

તબીબી નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા
ઇન્ઝમાન છેલ્લા ત્રણ દિવસથી છાતીમાં દુઃખાવાથી પીડાતા હતા અને પ્રારંભિક પરીક્ષણમાં આવી કોઈ સમસ્યા ન હતી, પરંતુ સોમવારના રોજ જાણવા મળ્યું કે, તેમને હાર્ટ એટેક આવ્યો છે. આ માહિતી ESPNcricinfo ના રિપોર્ટ પરથી મળી છે. જે બાદ તેને સર્જરી માટે લઈ જવામાં આવ્યો હતો. તેમના એજન્ટના જણાવ્યા અનુસાર ઇન્ઝમામની સ્થિતિ સ્થિર છે, પરંતુ તેમને તબીબી નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે.
ઇન્ઝમામે અફઘાનિસ્તાનના મુખ્ય કોચ તરીકે પણ સેવા આપી છે
પાકિસ્તાનમાં 51 વર્ષીય ઇન્ઝમામે 375 વનડે મેચમાં સૌથી વધુ 11,701 રન બનાવ્યા છે. આ સાથે 119 ટેસ્ટ મેચમાં 8,829 રન સાથે ત્રીજા ક્રમે સૌથી વધુ રન બનાવનારો ખેલાડી છે. ઇન્ઝમામે વર્ષ 2007માં આંતરરાષ્ટ્રીય રમતમાંથી નિવૃત્ત થયા હતા અને ત્યારથી તેઓ પાકિસ્તાનમાં બેટિંગ સલાહકાર અને ત્યારબાદ 2016થી 2019 સુધી મુખ્ય પસંદગીકાર તરીકે અનેક હોદ્દાઓ સંભાળી ચૂક્યા છે. તેમણે અફઘાનિસ્તાનના મુખ્ય કોચ તરીકે પણ સેવા આપી છે.
કપિલ દેવ અને સૌરવ ગાંગુલીએ હૃદયની સમસ્યાને કારણે એન્જીયોપ્લાસ્ટી કરાવી છે
ઇન્ઝમામ ક્યારેય ફિટ ખેલાડી ન હતો. તે મેદાન પર સુસ્ત હતો, પરંતુ એક મહાન બેટ્સમેન હતો. ભારે શરીરના કારણે ઇન્ઝમામે નિવૃત્તિ લીધા બાદ પણ ફિટનેસમાં બહુ સક્રિય દેખાતો ન હતો. જો કે, ભારતમાં પણ પ્રમાણમાં ફિટ ખેલાડીઓ કપિલ દેવ અને સૌરવ ગાંગુલીએ હૃદયની સમસ્યાને કારણે એન્જીયોપ્લાસ્ટી કરાવી છે.
હર્ષા ભોગલેએ ટ્વિટર પર ઈન્ઝમામ ઉલ હકને સંપૂર્ણ સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી
ઈન્ઝમામની ઝડપથી સ્વસ્થતા માટે પ્રાર્થનાનો કરવામાં આવી રહી છે. ભારતીય ક્રિકેટ નિષ્ણાંત હર્ષા ભોગલેએ પણ ટ્વિટર પર ઈન્ઝમામ ઉલ હકને સંપૂર્ણ સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી હતી અને ઈન્ઝમામ ઉલ હકને સંપૂર્ણ સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી હતી. આ સાથે તેમણે કહ્યું કે, હજૂ ઘણા વર્ષો સુધી તમારે ક્રિકેટનો હિસ્સો બની રહેવાનું છે.












Click it and Unblock the Notifications
