IPL 10: દિલ્હી ડેરડેવિલ્સે ગુજરાત લાયન્સને 7 વિકેટથી હરાવ્યુ
જે દિલ્હી ડેરડેવિલ્સ અને ગુજરાત લાયન્સ વચ્ચે આઇપીએલ 10 સિઝનનો 42મી મેચ છે. તમામ લાઇવ અપડેટ મેળવો અહીં.
આઇપીએલ 10 સિઝનની આજે 42મી મેચ છે, જે દિલ્હી ડેરડેવિલ્સ અને ગુજરાત લાયન્સ વચ્ચે આ મેચ હાલ દિલ્હીના ખચાખચ ભરેલાફિરોઝશાહ કોટલા સ્ટેડિયમમાં રમાઇ રહી છે. ત્યારે આ મેચની તમામ લેટેસ્ટ માહિતી જાણવા માટે આ પેજને રિફ્રેશ કરતા રહો. અહીં અમે તમને આ મેચની તમામ અપડેટ આપતા રહીશું.

UPDATE :
- આઇપીએલ 10ના 42મા મુકાબલામાં દિલ્હી ડેરડેવિલ્સે ગુજરાત લાયન્સને 7 વિકેટથી હરાવ્યુ હતુ.
- ગુજરાત લાયન્સના 209 રનના ટાર્ગેટનો પીછો કરતા દિલ્હી ડેરડેવિલ્સે 17.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી.
- રિષભ પંતે આ દરમિયાન 9 સિક્સર અને 6 ફોર ફટકારી હતી.
- દિલ્હી તરફથી સૌથી વધુ રિષભ પંતે 97 રન જ્યારે સંજુ સેમસને 61 રન બનાવ્યા હતા.
- શ્રેયસ અય્યર (14) અને કોરી એન્ડરસન (18) રને નોટ આઉટ.
- રિષભ પંત 97 રને બાસિલ થમ્પીની ઓવરમાં કાર્તિક દ્વરા કેચ આઉટ થયો હતો.
- દિલ્હી ડેરડેવિલ્સની ત્રીજી વિકેટ પડી.
- સંજુ સેમસન 61 રને જાડેજાની ઓવરમાં જેમ્સ ફોકનર દ્વરા કેચ આઉટ થયો હતો.
- દિલ્હી ડેરડેવિલ્સની બીજી વિકેટ પડી.
- કરૂણ નાયર 12 રને પ્રદીપ સાંગવાનની ઓવરમાં દિનેશ કાર્તિકન દ્વરા કેચ આઉટ થયો હતો.
- દિલ્હી ડેરડેવિલ્સે પ્રથમ વિકેટ કરૂણ નાયર નાં રૂપમાં ગુમાવી હતી.
- ગુજરાત લાયન્સે દિલ્હી ડેરડેવિલ્સને જીતવા માટે 209 રનનો ટાર્ગેટ આપ્યો હતો.
- દિલ્હી ડેરડેવિલ્સ વિરૂદ્ધ ગુજરાત લાયન્સે 20 ઓવરમાં 7 વિકેટે 208 રન બનાવ્યા હતા.
- દિલ્હી ડેરડેવિલ્સ તરફથી કાગિસો રબાડા અને પેટ કમિન્સે 2-2 વિકેટ લીધી હતી.
- એરોન ફિન્ચ 27 રને કાગિસો રબાડાની ઓવરમા રિષભ પંત દ્વરા કેચ આઉટ થયો હતો.
- ગુજરાત લાયન્સેની6મી વિકેટ પડી.
- ઇશાન કિશન 4 રને પેટ કમિન્સની ઓવરમાં શ્રેયસ અય્યર દ્વરા કેચ આઉટ થયો હતો.
- ગુજરાત લાયન્સની 5મી વિકેટ પડી.
- દિનેશ કાર્તિક 65 રને પેટ કમિન્સની ઓવરમાં એન્ડરસન દ્વરા કેચ આઉટ થયો હતો.
- ગુજરાત લાયન્સની ચોથી વિકેટ પડી.
- સુરેશ રૈના 77 રને રન આઉટ થયો હતો.
- ગુજરાત લાયન્સની ત્રીજી વિકેટ પડી.
- ડ્વેન સ્મિથ 9 રને રન આઉટ થયો હતો.
- ગુજરાત લાયન્સની બીજી વિકેટ પડી.
- બ્રેન્ડન મેક્કુલમ 1 રને રબાડાની ઓવરમાં રિષભ પંત દ્વરા કેચ આઉટ થયો હતો.
- ગુજરાત લાયન્સે પ્રથમ વિકેટ બ્રેન્ડન મેક્કુલમ નાં રૂપમાં ગુમાવી હતી.
- દિલ્હી ડેરડેવિલ્સે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
ગુજરાત લાયન્સ:
સુરેશ રૈના (કેપ્ટન), ઇશાન કિશન, બ્રેન્ડન મેક્કુલમ, એરોન ફિન્ચ,રવિન્દ્ર જાડેજા, બાસિલ થમ્પી, પ્રદીપ સાંગવાન, ડ્વેન સ્મિથ, દિનેશ કાર્તિક, જેમ્સ ફોકનર, અંકિત સોની
દિલ્હી ડેરડેવિલ્સ:
કરૂણ નાયર (કેપ્ટન), સંજુ સેમસન, રિષભ પંત,શ્રેયસ અય્યર, કોરી એન્ડરસન,માર્લોન સેમ્યુઅલ્સ, પેટ કમિન્સ, અમિત મિશ્રા, મોહમ્મદ શમી, કાગિસો રબાડા, શાહબાઝ નદીમ,












Click it and Unblock the Notifications
