Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

IPL 10 : દિલ્હી ડેરડેવિલ્સે હૈદરાબાદને 6 વિકેટથી હરાવ્યું

સનરાઇઝર્સ હૈદરાબાદ અને દિલ્હી ડેરડેવિલ્સ વચ્ચે આઇપીએલ 10 સિઝનનો 40મી મેચ છે. તમામ લાઇવ અપડેટ મેળવો અહીં.

આઇપીએલ 10 સિઝનની આજે 40મી મેચ છે, જે દિલ્હી ડેરડેવિલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાવાની છે . દિલ્હીનાં ખચાખચ ભરેલા ફિરોઝશાહ કોટલા સ્ટેડિયમમાં રમાઇ રહી છે. ઝહિર ખાન ઇજાને કારણે આઇપીએલમાંથી જ બહાર થઇ ગયો છે. ઝહિરની જગ્યાએ કરૂણ નાયર ટીમની કમાન સંભાળશે. દિલ્હી ડેરડેવિલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે અત્યાર સુધી 9 મેચ રમાયી છે. જેમા 6 મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે અને 3 મેચમાં દિલ્હીએ જીત હાસિલ કરી છે.

ipl

UPDATE:

  • આઇપીએલ 10નાં 40મા મુકાબલામાં દિલ્હી ડેરડેવિલ્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 6 વિકેટથી હરાવ્યું હતું.
  • સનરાઇઝર્સ હૈદરાબાદના 186 રનના ટર્ગેટનો પીછો કરતા દિલ્હી ડેરડેવિલ્સે 19.1 ઓવરમાં 4 વિકેટથી ગુમાવીને 189 રન બનાવી મેચને જીતી લીધી હતી.
  • કોરી એન્ડરસન (41) અને ક્રિસ મોરિસ (15) રને નોટ આઉટ.
  • શ્રેયસ અય્યર 33 રને ભૂવનેશ્વરની ઓવરમાં મોહમ્મદ સિરાજ દ્વારા કેચ આઉટ થયો હતો.
  • દિલ્હી ડેરડેવિલ્સએ ચોથી વિકેટ પડી.
  • રિષભ પંત 34 રને મોહમ્મદ સિરાજની ઓવરમાં બોલ્ડ થયો હતો.
  • દિલ્હી ડેરડેવિલ્સએ ત્રીજી વિકેટ પડી.
  • કરૂણ નાયર 39 રને સિદ્ધાર્થ કૌલની ઓવરમાં ભૂવનેશ્વર દ્વારા કેચ આઉટ થયો હતો.
  • દિલ્હી ડેરડેવિલ્સએ બીજી વિકેટ પડી.
  • સંજુ સેમસન 24 રને મોહમ્મદ સિરાજની ઓવરમાં શિખર ધવન દ્વારા કેચ આઉટ થયો હતો.
  • દિલ્હી ડેરડેવિલ્સએ પ્રથમ વિકેટ સંજુ સેમસનના રૂપમાં રૂપમાં ગુમાવી હતી.
  • દિલ્હી ડેરડેવિલ્સ વિરૂદ્ધ સનરાઇઝર્સ હૈદરાબાદે 20 ઓવરમાં 3 વિકેટે 185 રન બનાવ્યા હતા.
  • દિલ્હી ડેરડેવિલ્સ તરફથી મોહમ્મદ શમીએ સૌથી વધુ 2 વિકેટ લીધી હતી.
  • હૈદરાબાદ તરફથી યુવરાજ સિંહે સૌથી વધુ 70 રને અણનમ અને ડેવિડ વોર્નરે 30 રન બનાવ્યા હતા.
  • યુવરાજ સિંહ (70) અને હેનરિક્સ (25) રને નોટ ઓઉટ.
  • કેન વિલિયમસન 24 રને મોહમ્મદ શમીની ઓવરમાં મોરિસ દ્વારા કેચ આઉટ થયો હતો.
  • સનરાઇઝર્સ હૈદરાબાદની ત્રીજી વિકેટ પડી.
  • શિખર ધવન 28 રને અમિત મિશ્રાની ઓવરમાં શ્રેયસ અય્યર દ્વારા કેચ આઉટ થયો હતો.
  • સનરાઇઝર્સ હૈદરાબાદની બીજી વિકેટ પડી.
  • ડેવિડ વોર્નર 30 રને મોહમ્મદ શમીની ઓવરમાં બોલ્ડ થયો હતો.
  • સનરાઇઝર્સ હૈદરાબાદે પ્રથમ વિકેટ ડેવિડ વોર્નરના રૂપમાં ગુમાવી હતી.
  • દિલ્હી ડેરડેવિલ્સે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

દિલ્હી ડેરડેવિલ્સ:

સંજુ સેમસન, શ્રેયસ અય્યર, કાગિસો રબાડા, અમિત મિશ્રા, મોહમ્મદ શમી, કરૂણ નાયર (કેપ્ટન), એન્જેલો મેથ્યૂસ, રિષભ પંત, ક્રિસ મોરિસ, કોરી એન્ડરસન, જયંત યાદવ,

સનરાઇઝર્સ હૈદરાબાદ:

ડેવિડ વોર્નર (કેપ્ટન), શિખર ધવન, રાશિદ ખાન, સિદ્ધાર્થ કૌલ, કેન વિલિયમસન, હેનરિક્સ, યુવરાજ સિંહ, દીપક હુડ્ડા, નમન ઓઝા, ભૂવનેશ્વર કુમાર, મોહમ્મદ સિરાજ

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X