આઇપીએલ 10 : ગુજરાત લાયન્સે કેકેઆરને 4 વિકેટથી હરાવ્યો!
ગુજરાત લાયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે આઇપીએલ 10 સિઝનનો 23મી મેચ છે. તમામ લાઇવ અપડેટ મેળવો અહીં.
આઇપીએલ 10 સિઝનની આજે 23મી મેચ છે, જે કોલકાતા નાઇટ રાઇડર્સ અને ગુજરાત લાયન્સ વચ્ચે રમાનાર છે. કોલકાતાના ખચાખચ ભરેલા ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં રમાઇ રહી છે. ત્યારે આ મેચની તમામ લેટેસ્ટ માહિતી જાણવા માટે આ પેજને રિફ્રેશ કરતા રહો. અહીં અમે તમને આ મેચની તમામ અપડેટ આપતા રહીશું.

Update :
- આઇપીએલ 10ના 23મા મુકાબલામાં ગુજરાત લાયન્સે કોલકાતા નાઇટ રાઇડર્સને 4 વિકેટથી હરાવ્યો હતો.
- કોલકાતા નાઇટ રાઇડર્સના 188 રનના ટાર્ગેટનો પીછો કરતા ગુજરાત લાયન્સે 18.2 ઓવરમાં 6 વિકેટે 188 રન બનાવીને મેચને જીતી લીધી હતી.
- કેકેઆર તરફથી નાથન કુલ્ટર નાઇલ અને કુલદીપ યાદવે 2-2 વિકેટ લીધી હતી
- સુરેશ રૈનાએ 4 સિક્સર અને 9 ફોર ફટકારી હતી.
- ગુજરાત લાયન્સ તરફથી સુરેશ રૈનાએ સૌથી વધુ 84 રન બનાવ્યા હતા.
- રવિન્દ્ર જાડેજા (19) અને જેમ્સ ફોકનર (4) રને નોટ આઉટ.
- ગુજરાત લાયન્સની 6મી વિકેટ પડી. સુરેશ રૈના 84 રન બનાવીને આઉટ.
- ગુજરાત લાયન્સની 5મી વિકેટ પડી. ડ્વેન સ્મિથ 5 રન બનાવીને આઉટ.
- ઇશાન કિશન 4 રને કુલદીપ યાદવની ઓવરમાં ઉમેશ યાદવ દ્વારા કેચ આઉટ થયો હતો.
- ગુજરાત લાયન્સની ચાથી વિકેટ પડી.
- ગુજરાત લાયન્સની ત્રીજી વિકેટ પડી.દિનેશ કાર્તિક 3 રને આઉટ થયો હતો.
- બ્રેન્ડન મેક્કુલમ 31 રને વોક્સની ઓવરમાં મનિષ પાંડે દ્વારા કેચ આઉટ થયો હતો.
- ગુજરાત લાયન્સની બીજી વિકેટ પડી.
- એરોન ફિન્ચ 31 રને નાથન કુલ્ટર નાઇલની ઓવરમાં મનિષ પાંડે દ્વારા કેચ આઉટ થયો હતો.
- ગુજરાત લાયન્સની પ્રથમ વિકેટ એરોન ફિન્ચ રૂપમાં પડી.
- આઇપીએલ 10ના 23મા મુકાબલામાં કોલકાતા નાઇટ રાઇડર્સે ગુજરાત લાયન્સને જીતવા માટે 188 રનનો ટાર્ગેટ આપ્યો છે.
- ગુજરાત લાયન્સ વિરૂદ્ધ કોલકાતા નાઇટ રાઇડર્સે 20 ઓવરમાં 5 વિકેટે 187 રન બનાવ્યા હતા.
- કેકેઆર તરફથી રોબિન ઉથપ્પાના સૌથી વધુ 72 રન તેમજ સુનીલ નારાયણએ 42 રન બનાવ્યા હતા.
- કોલકાતા નાઇટ રાઇડર્સની 5 મી વિકેટ પડી. સૂર્યકુમાર યાદવ 1 રને રન આઉટ.
- કોલકાતા નાઇટ રાઇડર્સની ચોથી વિકેટ પડી. મનિષ પાંડે 24 રને આઉટ થયો હતો.
- રોબિન ઉથપ્પા 72 રને પ્રવીણ કુમારની ઓવરમાં મેક્કુલમ દ્વરા કેચ આઉટ થયો હતો.
- કોલકાતા નાઇટ રાઇડર્સની ત્રીજી વિકેટ પડી.
- ગૌતમ ગંભીર 33 રને ફોકનરની ઓવરમાં સુરેશ રૈના દ્વારા કેચ આઉટ થયો હતો.
- કોલકાતા નાઇટ રાઇડર્સની બીજી વિકેટ પડી.
- સુનીલ નારાયણ 42 રને સુરેશ રૈનાની ઓવરમાં ફોકનર દ્વારા કેચ આઉટ થયો હતો.
- કોલકાતા નાઇટ રાઇડર્સની પ્રથમ વિકેટ સુનીલ નારાયણ રૂપમાં પડી.
- ગુજરાત લાયન્સે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગનો નિર્ણય કર્યો હતો.
- ગુજરાત લાયન્સ 5 મેચ રમ્યુ છે જેમાંથી તેનો માત્ર એકમાં જ વિજય થયો હતો.
- પોઇન્ટ ટેબલમાં કેકેઆર બીજા સ્થાને જ્યારે ગુજરાત લાયન્સ અંતિમ સ્થાને છે.
ગુજરાત લાયન્સ:
બ્રેન્ડન મેક્કુલમ, ડ્વેન સ્મિથ, સુરેશ રૈના (કેપ્ટન), દિનેશ કાર્તિક, એરોન ફિન્ચ, ઇશાન કિશન, રવિન્દ્ર જાડેજા, જેમ્સ ફોકનર, પ્રવીણ કુમાર, બાસિલ થમ્પી, ધવલ કુલકર્ણી
કોલકાતા નાઈટ રાઈડર્સ:
ગૌતમ ગંભીર (કેપ્ટન), રોબિન ઉથપ્પા, મનિષ પાંડે, યૂસુફ પઠાણ, સૂર્યકુમાર યાદવ, ક્રિસ વોક્સ, સુનીલ નારાયણ, કુલદીપ યાદવ, ક્રિસ વોક્સ, નાથન કુલ્ટર નાઇલ, ઉમેશ યાદવ, કોલિન ડી ગ્રાન્ડહોમ












Click it and Unblock the Notifications
