ગૌતમ ગંભીર-ઉમેશ યાદવ સામે ટકી ન શકી પંજાબની ટીમ

Written By:
Subscribe to Oneindia News

આઇપીએલ ની 10મી સિઝનમાં સતત જીત બાદ હવે કિંગ્સ ઇલેવન પંજાબ ને સતત હાર વેઠવાનો વારો આવ્યો છે. સતત બે મેચો જીત્યા બાદ આજે પંજાબની ટીમ કેકેઆર સામે 8 વિકેટથી હારી ગઇ હતી. પંજાબની ટીમે કોલકાતાને 171 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, જે કોલકાતાએ ખૂબ સરળતાથી પાર કર્યો. કેકેઆરની જીતમાં કપ્તાન ગૌતમ ગંભીરે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી.

gautam gambhir

તો બોલિંગમાં ઉમેશ યાદવે કેકેઆરની ટીમ તરફથી શાનદાર પ્રદર્શન કર્યું. ઉમેશ યાદવે ચાર મહત્વપૂર્ણ વિકેટ પોતના નામે કરી પંજાબની ટીમને 170/9 સ્કોર પર જ રોકી દીધી. ઉમેશ યાદવે માત્ર 33 રન આપી 4 વિકેટ ઝડપી. પંજાબના કપ્તાન ગ્લેન મેક્સવેલને પણ ઉમેશ યાદવે આઉટ કર્યા, મેક્સવેલને 14 બોલમાં 25 રન બનાવ્યા હતા. આ સિવાય ઉમેશ યાદવે એક જ બોલમાં ડેવિડ મિલર, રિદ્ધિમાન સાહા તથા અક્ષર પટેલને પણ આઉટ કર્યા હતા.

કિંગ્સ ઇલેવન પંજાબ ટીમની શરૂઆત ઘણી સારી થઇ હતી. પંરતુ ટીમના બેટ્સમેન ઉમેશ યાદવ જેવા બોલર સામે ટકી ન શક્યા, તો સામે કેકેઆરના કપ્તાને બેટિંગમાં સુંદર પ્રદર્શન કરી પંજાબના બોલર્સને ટક્કર આપી હતી.

પંજાબની ટીમમાંથી મનન-અમલા તથા સાહા-મિલરે મળીને 50 રનની ભાગીદારી નોંધાવી,પરંતુ આ સિવાય કોઇ બેટ્સમેન વધુ સ્કોર ફટકારી ન શક્યાં. પંજાબ તરફથી સૌથી વધુ રન 28 રન મનાન અને મિલરે ફટકાર્યા હતા.

કેકેઆર તરફથી પીયૂષ ચાવલાએ એક, સુનીલ નરેને એક, ઉમેશ યાદવે ચાર તથા વોક્સે બે વિકેટ લીધી હતી. ઉમેશ યાદવે પોતાની છેલ્લી ઓવરમાં 3 વિકેટ લીધી હતી. તેઓ ખૂબ ઓછા અંતરથી હેટ્રિક લેવામાં નિષ્ફળ રહ્યાં. સુનીલ નરેન આજની મેચમાં સૌથી ફાયદેમંદ બોલર સાબિત થયા, તેમનો સ્ટેટ હતો 4-0-19-1.

English summary
IPL 2017 match 11 analysis Kolkata Knight Riders Vs Kings XI Punjab.
Please Wait while comments are loading...