આઇપીએલ 2018: કેદાર જાધવ પછી હવે ડુપ્લેસીસને પણ ઇજા

Posted By:
Subscribe to Oneindia News

પોતાની ઓપનિંગ મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ ને હરાવનાર ચેન્નાઇ સુપર કિંગ્સ ટીમનો જુસ્સો વધી ગયો છે. ટીમ પાસે મહેન્દ્ર સિંહ ધોની જેવા અનુભવી કેપ્ટન છે અને બ્રાવો જેવા ઓલરાઉન્ડર પણ સારા ફોર્મમાં છે. પરંતુ કેકેઆર વિરુદ્ધ પોતાની બીજી મેચ રમતા પહેલા ટીમને ફટકો લાગ્યો છે. કેદાર જાધવ ઇજાને કારણે આખી સીઝનથી બહાર થઇ ગયા છે. જયારે મળતી ખબર અનુસાર ફાફ ડુપ્લેસીસની ઇજા ચેન્નાઇ માટે ચિંતા વધારી છે.

faf du Plessis

ચેન્નાઈને પહેલી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સને 1 વિકેટે હરાવીને સીઝનની ધમાકેદાર શરૂઆત કરી હતી. ચેન્નાઇએ મુંબઈ ઇન્ડિયન્સને તેમના જ ઘરમાં રોમાંચક રીતે 1 વિકેટે હરાવીને સાબિત કર્યું હતું કે બે વર્ષ પછી પણ તેઓ પોતાનો ચાર્મ ભૂલ્યા નથી.

કેદાર જાધવે પહેલી મેચમાં મુંબઈ સામે શાનદાર બેટિંગ કરી હતી. પરંતુ હવે ઇજાને કારણે સીઝન થી બહાર થઇ ચુક્યા છે. હવે ખબર આવી રહી છે કે દક્ષિણ આફ્રિકી કેપ્ટન ફાફ ડુપ્લેસીસ પણ ફિટ નથી. ચેન્નાઇ ટીમના કોચ માઈકલ હસ્સી ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેમની માંસપેશીઓ ખેંચાઈ છે અને તેમની આંગળીમાં નાનું ફ્રેક્ચર પણ છે. આશા રાખીયે તે તેઓ 15 એપ્રિલે કિંગ્સ ઇલેવન પંજાબ સામેની મેચમાં ફિટ થઇ જશે. કેદાર જાધવ પછી ફાફ ડુપ્લેસીસ ચોટીલ થવાને કારણે કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની મુશ્કેલી વધી ગયી છે.

ચેન્નઈ ટીમના ટોપ ઓર્ડર બેટ્સમેન શેન વોટસન, અંબાતી રાયડુ, સુરેશ રૈના અને મહેન્દ્ર સિંહ ધોની પહેલી મેચમાં કઈ ખાસ કમાલ કરી શક્યા ના હતા. મેચ જીતવા માટે તેમના ટોપ ઓર્ડર બેટ્સમેન ફોર્મમાં આવે તે જરૂરી છે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
IPL 2018 CSK in trouble because of faf du plessis and jadhav injuries

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.