આઇપીએલ 2018: બેંગ્લોર અને કોલકાતા મેચ પ્રીવ્યુ

Posted By:
Subscribe to Oneindia News

આઇપીએલ ત્રીજી મેચ કોલકાતા નાઈટ રાઇડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રવિવારે રાત્રે 8 વાગ્યે કોલકાતામાં ઈડન ગ્રાઉન્ડમાં રમાશે. કોલકાતા નાઈટ રાઇડર્સ ટીમ બે વાર ચેમ્પિયન રહી ચુકી છે. પરંતુ બંને વખતે ગૌતમ ગંભીર ટીમના કેપ્ટન હતા. ગૌતમ ગંભીર હવે દિલ્હીના કેપ્ટન છે. જયારે બીજી બાજુ વિરાટ કોહલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમના કેપ્ટન છે. કોહલીની ટીમ પાસે શાનદાર ખેલાડી છે. આરસીબી ઘ્વારા ક્રિસ ગેલ અને કેએલ રાહુલને રિટેન કરવામાં આવ્યા નથી. પરંતુ તેમની પાસે એક સારી બેટિંગ લાઇનઅપ છે.

ipl 2018

કોલકાતા ટીમને હાલમાં દિનેશ કાર્તિક લીડ કરી રહ્યા છે. દિનેશ કાર્તિક હાલમાં જોરદાર ફોર્મમાં છે પરંતુ તેમની પાસે કપ્તાનીનો અનુભવ નથી. કેકેઆર પાસે સારા ખેલાડીઓ છે જેમાં અંડર 19 વર્લ્ડકપ જીતવામાં ભારતીય ટીમનો હિસ્સો રહેલા શુભમાન ગિલ, શિવમ માવી અને કમલેશ નાગરકોટી જેવા યુવા ખેલાડીઓ છે. ત્યાં જ બેટિંગમાં રોબિન ઉથપ્પા, ક્રિસ લિન, આન્દ્રે રસેલ, સુનિલ નારાયણ અને બોલિંગમાં કુલદીપ યાદવ અને પિયુષ ચાવલા છે. એટલું જ નહીં પરંતુ ટીમ પાસે મિચેલ જોનશન પણ છે.

હવે જો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિશે વાત કરવામાં આવે તો વિરાટ કોહલી અને એબી ડિવિલિયર્સ બોટિંગ ઓર્ડર મજબૂત રાખશે. એટલું જ નહીં પરંતુ ટીમ પાસે ટી20 સ્પેશ્યલિસ્ટ બ્રેન્ડન મેકુલમ, એબી ડિવિલિયર્સ, કોરી એંડરશન અને યુજવેન્દ્ર ચહલ જેવા ખેલાડીઓ છે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
IPL 2018 ipl match 3 preview kolkata knight riders vs royal challengers bangalore

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.