આઇપીએલ મેચ પ્રીવ્યુ: હૈદરાબાદ અને રાજસ્થાન વચ્ચે ટક્કર

Posted By:
Subscribe to Oneindia News

આઇપીએલ સીઝન 11 ચોથી મેચ સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રાત્રે 8 વાગ્યે હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં રમાશે. રાજસ્થાન રોયલ્સ પહેલી જ આઇપીએલ દરમિયાન ચેમ્પિયન બન્યું હતું. જયારે સનરાઇઝર્સ હૈદરાબાદે વર્ષ 2016 દરમિયાન ખિતાબ જીત્યો હતો. સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ બંને ટીમના ખેલાડીઓ વૉર્નર અને સ્મિથ બોલ ટેમ્પરિંગ મામલે એક વર્ષનો બેન વેઠી રહ્યા છે.

ipl 2018

બંને ટીમમાં સ્મિથ અને વૉર્નરને બદલે બીજા ખેલાડીઓ પસંદ કરી લેવામાં આવ્યા છે. પરંતુ આ બંને ખેલાડીઓની ખોટ ભાગ્યે જ પુરી થશે. રાજસ્થાન રોયલ્સ ટીમમાં સ્મિથની ગેરહાજરીમાં અજિંક્ય રહાણે ટીમના કેપ્ટન બન્યા છે. જયારે સનરાઇઝર્સ હૈદરાબાદમાં વૉર્નરની ગેરહાજરીને કારણે કેન વિલિયમસન કેપ્ટન બન્યા છે.

સનરાઇઝર્સ હૈદરાબાદ ઘ્વારા નીલામી માં ટીમના જુના ખેલાડીઓને જાળવી રાખ્યા છે. જયારે રાજસ્થાન રોયલ્સ ઘ્વારા સીઝનના સૌથી મોંઘા બેન સ્ટોક (12.5 કરોડ રૂપિયા) અને જયદેવ ઉનડકર (11.5 કરોડ રૂપિયા) જેવા ખેલાડીઓ ખરીદવામાં આવ્યા છે.

એટલું જ નહીં રાજસ્થાન રોયલ્સે ઝેફા આર્ચર (7.2 કરોડ રૂપિયા) અને કરિયપ્પા ગૌતમ (6.2 કરોડ રૂપિયા) જેવા ખેલાડીઓ ખરીદ્યા છે. શેન વૉન રાજસ્થાન ટીમના કોચ છે.

હૈદરાબાદ ટીમમાં શિખર ધવન સાથે એલેક્સ હેલ્સ શરૂઆત કરી શકે છે. મિડલ ઓર્ડરમાં કેન વિલિયમસન, મનીષ પાંડે અને યુસુફ પઠાણ છે. બોલિંગમાં ભુવનેશ્વર કુમાર, સંદીપ શર્મા અને રાશિદ ખાન છે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
IPL 2018 ipl match 4 preview sunrisers hyderabad vs rajasthan royals

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.