આઇપીએલ 2018 ઓપનિંગ સેરેમની: અહીં જુઓ દરેક અપડેટ

Posted By:
Subscribe to Oneindia News

ઇન્ડિયન પ્રીમિયર લીગ સીઝન 11 આજે શરૂ થવા જઈ રહી છે. આઇપીએલ પહેલી મેચ બે વર્ષ પછી પાછી આવી રહેલી ચેન્નાઇ સુપર કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે રમાશે. આ બંને દમદાર અને સફળ ટીમ આજે મુંબઈ વાનખેડે સ્ટેડિયમમાં સામસામે હશે. મુંબઈ ઇન્ડિયન્સ ત્રણ વાર વર્ષ 2013, 2015 અને 2017 દરમિયાન આઇપીએલ ખિતાબ જીતી ચુકી છે. જયારે ચેન્નાઇ સુપર કિંગ્સ બે વાર વર્ષ 2010 અને 2011 દરમિયાન આઇપીએલ ખિતાબ જીતી ચુકી છે. આઇપીએલ મેચ શરૂ થતા પહેલા તેની ઓપનિંગ સેરેમની રાખવામાં આવી છે. જેમાં વાનખેડે સ્ટેડિયમમાં બોલિવૂડ કલાકારો પોતાનો જલવો બતાવશે.

ipl 2018

આ ઓપનિંગ સેરેમની દરમિયાન ઘણા બોલિવૂડ દિગ્ગજ પોતાની હાજરી નોંધાવશે. જેમાં બોલિવૂડ સ્ટાર રિતિક રોશન, વરુણ ધવન, જેકલીન ફર્નાન્ડિઝ, તમન્ના ભાટિયા અને પ્રભુદેવાનો સમાવેશ થાય છે. આ પહેલા અભિનેતા રણવીર સિંહ અને પરિણીતી ચોપરા પણ પરફોર્મ કરવાના હતા પરંતુ છેલ્લે તેમને પોતાનું નામ પાછું ખેંચી લીધું. રણવીર સિંહ ઘાયલ થઇ ગયા છે જયારે પરિણીતી ચોપરા પોતાના વ્યસ્ત સિડ્યુલને કારણે પરફોર્મ નહીં કરે.

Read More

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
IPL 2018 opening ceremony live wankhede stadium mumbai

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.